માંડવી પંથકમાં વગદાર રાજકીય વ્યક્તિ તેની જ જ્ઞાતિની યુવતી સાથે કર્યો બળાત્કાર / ખૂન થઈ જવાની બીકે યુવતી પરિવાર સાથે છૂપાઈ ગઈ.

Contact News Publisher

માંડવી પંથકમાં રાજકીય વગ ધરાવતો શખ્સ પોતાની જ જ્ઞાતિની એક યુવતીને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી ને તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી ને યુવતીના નગ્ન અવસ્થામાં જોર જબરદસ્તીથી ફોટા વાયરલ કરી નાંખવાની કોશિશ કરતા માંડવી પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

માંડવી પંથકમાં રાજકીય વગ ધરાવતો એક શખ્સ પોતાની જ જ્ઞાતિની એક યુવતીને તેની મરજી વિરુદ્ધ પાંચ વર્ષ સુધી અવારનવાર બળજબરીથી બળાત્કાર કરીને એમ જ તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય સંભોગ કરતો હતો, યુવતીએ કરેલ એફિડેવિટ અને અન્ય વિગતો હાલ માંડવી વિસ્તારમાં વાયરલ થઈ છે.

સૂત્રો દ્વારા વિગતો મળી છે કે , આરોપી માથાભારે છે , વગદાર છે એટલે પોતાનાં જીવને જોખમ હોવાથી હાલ પીડિતા પોતાનાં પરિવાર સાથે કોઈ અન્ય સ્થળે છૂપાઈ ગયા છે, જેથી શું હકીકત છે એ જાણી શકાયું નથી.

માંડવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ શા માટે એ પીડીતાએ દાખલ નથી કરાવી એ પણ અનેક મોટાં સવાલ ઊભા કરે છે.

શું યુવતી પોલીસ સ્ટેશન જતાં ડરી ગઈ છે , કે પછી અન્ય કોઈ કારણ છે ? સવાલ અનેક છે પણ જવાબ માત્ર એ ભોગ બનનાર પીડિતા અને એનાં પરિવાર પાસે જ છે , અથવા તો જવાબ છે એ વગદાર મોટાં માથાં એવા બળાત્કારી પાસે.

 

 માંડવી પંથકમાં જે વિગતો ધીરેધીરે સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહી છે એમાં જાણવા મળે છે કે,  તે શખ્સ નગ્ન અવસ્થામાં જોર જબરદસ્તીથી યુવતીનાં ફોટા પણ પાડેલ હોઈ અને તે ફોટો વાયરલ કરી દેવાની ધમકી પણ એ બળાત્કારી દ્વારા પીડિતાને મળી છે , અને જો અવાજ બહાર લાવશે તો પતાવી દેવાની ધમકી પણ મળી છે, આમ ખૂન થઈ જવાની બીકે પીડિતા પોતાનાં પરિવાર સાથે હાલ કોઈ સ્થળે છુપાઈ ગઈ  છે .

હવે પ્રશ્ન ફરી સપાટી ઉપર આવે છે કે આવડી વિગતો વાયરલ થઈ હોવા છતાં માંડવી પોલીસ ને જાણ કેમ નથી એ પણ લોકોને અકળાવે એવી બાબત છે.

  વાયરલ થયેલી વિગતોમાં  યુવતીએ વધુમાં જણાવ્યું કે તે (માથાં ભારે , વગદાર બળાત્કારી) મને  નોકરી અપાવવાના બહાને લલચાવી ફોસલાવીને મારી મરજી વિરુદ્ધ મારી સાથે 5 વરસ સુધી  બળાત્કાર ગુજારેલ છે. લલચાવી ફોસલાવીને પોતાની જ જ્ઞાતિ ની યુવતી સાથે છેલ્લા પાંચ વર્ષથી બળાત્કાર ગુજાર્યો હોવાનું સામે આવ્યું છે આ શખ્સ ઉપર અગાઉ પણ બળાત્કારનો કેસ થઈ ચૂક્યો છે એવી વિગતો મળી રહી છે , સત્ય શું છે એ તપાસનો વિષય છે.

 તો હવે જોવાનું એ રહ્યું કે આ પીડિત યુવતી ક્યારે ફરિયાદ લખાવે છે ? અંતમાં લોકોમાં ચર્ચા એ પણ ચાલી છે કે ફરિયાદ દાખલ થશે ? કે ભીનું સંકેલાઈ જશે ? કે બધું જ ” શાંત ” થઈ જશે ?

 હાલ માંડવી સહિત સમગ્ર કચ્છમાં આ ઘટના ઉપર સૌની મીટ મંડાઇ છે , ગરીબ પરિવારને નિશાન બનાવતો એ વગદાર , રાજકીય વ્યક્તિની કરતુત થી ચકચાર મચી ગઈ છે.

 

સ્ટોરી બાય : માંડવી બ્યુરો.

YouTube : maa news live

Play store : maa news live

Whatsapp : 94287 48643

                   97252 06127

CUG No. 97252 06123 – 37 (15 number)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *