રાપરમાં ગ્રામ્યકક્ષાએ વ્યકિતગત પ્રશ્નો–સેવાઓને લગતાં સેવા સેતુનાં કાર્યક્રમો યોજાશે

Contact News Publisher

રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેમજ રાજયના પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ રાપર તાલુકામાં ગ્રામ્યકક્ષાએ આ કાર્યક્રમોનું ચાલુ વર્ષે આયોજન કરાયું છે, તેમ નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે.
અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ આપેલી વિગતો અનુસાર આગામી તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ રાપર તાલુકાના માણાબા ખાતે કલસ્ટરમાં સમાવિષ્ટ ગામો માણાબા, કુંભારીયા, થોરીયારી, ભીમદેવકા, કુલપરા, બાલાસરી અને પેથાપર એમ-૭ ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
વ્રજવાણી ખાતે તા.૧૯/૧૦/૨૦૧૯ ના રોજ વ્રજવાણી, બેલા, મૌવાણા, આણંદપર અને ધબડા કલસ્ટર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. રાપરના સઇ ગામે સઇ, ડાભુંડા, ચિત્રોડ, ખાનપર, ટીંડલવા નાની-મોટી, નલીયા ટીંબો અને ડેડરવા કલસ્ટર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
તા.૨૯/૧૧/૨૦૧૯ ના રોજ રાપરના બાલાસર ગામે બાલાસર, જાટાવાડા, લોદ્રાણી, શીરાની વાંઢ, વેરસરા અને ગઢડા રાસાજી કલસ્ટર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
તા.૭/૧૨/૨૦૧૯ ના રોજ રાપરના છોટાપર ગામે છોટાપર, કિડીયાનગર, વેકરા, સોમાણીવાંઢ, બાદલપર અને વલ્લભપર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
તા.૨૧/૧૨/૨૦૧૯ ના રોજ વરણું ગામે વરણું, પંડયાગઢ, વીજાપર, તગા, સુખપર એમ પાંચ કલસ્ટર ગામોનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *