પાલિકા કક્ષાએ વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓને લગતાં કાર્યક્રમો યોજાશે

Contact News Publisher

રાજય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તેમજ રાજયના પ્રજાજનોના વ્યકિતગત પ્રશ્નો અને સેવાઓ તેમના રહેઠાણના નજીકના સ્થળે, તે જ દિવસે પ્રાપ્ત થઇ શકે તેવા ઉમદા હેતુને ધ્યાને લઇ ગ્રામ્ય તથા શહેરીકક્ષાએ ‘સેવાસેતુ’ કાર્યક્રમો યોજવાનું નકકી કરાયું છે. જે અંતર્ગત તાલુકાકક્ષાએ તથા નગરપાલિકા કક્ષાએ આ કાર્યક્રમોનું કચ્છ આખામાં આયોજન કરાયું છે,તેમ નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવ્યું છે.

અધિક કલેકટર કુલદીપસિંહ ઝાલાએ આપેલી વિગતો અનુસાર આગામી તા.૧૮/૧૦/૨૦૧૯ ના રોજ ભુજ ખાતે સેતુ ઓફિસ, વોર્ડઓફિસ, સરપટ નાકા બહાર વોર્ડ નં.૧થી૩ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. તા.૨૩/૧૦/૨૦૧૯ના રોજ સહયોગ હોલ, એસ.ટી.બસ સ્ટેશન સામે, ભુજ ખાતે વોર્ડ નં.૪થી૬ માટેનો સેવા સેતુ કાર્યક્રમ રખાયો છે. આ ઉપરાંત તા.૫/૧૧/૨૦૧૯ ના રોજ ભુજની વ્યાયામશાળા ગ્રાઉન્ડ મધ્યે વોર્ડ નં.૭ અને ૮ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જયારે તા.૧૫/૧૧/૨૦૧૯ ના રોજ ભુજહાટ, રીલાયન્સ મોલ સામે, ભુજ ખાતે વોર્ડ નં.૯ થી૧૧ના નાગરિકો માટે નગરપાલિકા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

માંડવી ખાતે માંડવી નગરપાલિકા ખાતે તા.૧૯/૧૦/૨૦૧૯ ના રોજ વોર્ડ નં.૪ અને પ, ઉપરાંત તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ વોર્ડ નં.૬થી૯ ના નાગરિકો માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. અંજાર નગરપાલિકા દ્વારા પણ આગામી તા.૧૯/૧૦/૨૦૧૯ ના રોજ નગરપાલિકા કચેરી, સભાખંડ ખાતે વોર્ડ નં.૪ થી ૬ તથા તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ વોર્ડ નં.૭ થી ૯ એમ બે દિવસોએ સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.

ભચાઉ નગરપાલિકા દ્વારા આગામી તા.૨૨/૧૦/૨૦૧૯ ના રોજ ભચાઉ નગરપાલિકા ખાતે તમામ વોર્ડ માટેનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જયારે ગાંધીધામ નગરપાલિકા દ્વારા તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ લોહાણા મહાજનવાડી, આદીપુર ખાતે વોર્ડ નં.૧,૨,અને૧૦ માટે, તા.૧૬/૧૧/૨૦૧૯ ના રોજ ભવનાથ મંદીર હોલ, સેકટર-પ, ગાંધીધામ ખાતે વોર્ડ નં.૧૧ થી ૧૩, તા.૨૯/૧૧/૨૦૧૯ ના રોજ પંડીત દિનદયાલ ઉપાધ્યાય હોલ, ડીસી-ર ગાંધીધામ ખાતે વોર્ડ નં. ૩,૪,૮,૯ તેમજ તા.૭/૧૨/૨૦૧૯ ના રોજ શ્રી ઝુલેલાલ મંદિર, વોર્ડ નં.૧૨/બી, ગાંધીધામ ખાતે વોર્ડ નં.૫ થી ૭ નો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે.
રાપર નગરપાલિકા દ્વારા આગામી તા.૨૩/૧૦/૨૦૧૯ ના રોજ રાપર નગરપાલિકા ખાતે તમામ વોર્ડનો સેવા સેતુ કાર્યક્રમ યોજાશે,તેમ શ્રી કુલદીપસિંહ ઝાલાએ વિગતો આપતાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *