ભુજમાં વિજ્યાદશમીએ નીકળતી ત્રિઅર્થી સવારી દિવાળીના તેડાં તરીકે ઓળખાતી

Contact News Publisher

પર્વોના મહારાજા દિવાળીની ઉજવણી દેશભરની સાથે કચ્છમાં હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે. આવા દિવાળી પર્વની કચ્છમાં ભૂતકાળમાં થતી ઉજવણીની ઝલક માણવા જેવી છે. રાજાશાહી યુગમાં થતી ઉજવણીની કેટલીક પરંપરાઓ આજે પણ ચાલુ છે પરંતુ સમયાંતરે કેટલાક પરિવર્તનો આવ્યા છે તે સમયની ઉજવણીનો આનંદ અનેરો હતો.

વિજયાદસમીના દિને સાંજના ભુજમાં દરબારીઓ તરફાથી દરબાર ગઢ માંથી છડી સવારી કાઢવામાં આવતી જેમાં રાજના દરબારીઓ, ભાયાનો, અમલદારો તેમજ સેન્યગણ જોડાતા. આ અશવારી દરબારગઢ, ઉભી બજાર, ભીડના મોટા મઠ, વાણીયાવાડ નાકાથી રણછોડ વાડી વચ્ચે આવેલ અમીવૃક્ષનું પૂજન કરાતું.

થોડી આતશબાજી વછોડી આ સવારી મહાદેવ નાકે થઈ ઉપલીપાળ થઈ દરબારગઢ પાછી જતી જ્યાં આતીશબાજી વછોડવામાં આવતી. આ ત્રિઆૃર્થી સવારીને દિવાળીને તેડુ આૃથવા દિવાળી કે કોઠ તરીકે ઓળખવામાં આવતું હોવાનું ચંદ્રવદનભાઈ પટ્ટણીએ જણાવ્યું હતું.
ધનતેરસાથી ચાર દિવસ વહેલી સવારે નિયત થયેલા મંદિરોમાં મંગળા આરતીનો લાભ લેવા અનેક લોકો જતા મહાદેવનાકા બહાર દેડકા વાવ પાસેના ચોકમાં બાળકો અને મોટેરાઓ આતીશબાજી કરતા, વહેલી સવારે મીઠુ વહેંચનાર શકન… શકન..શકન.. કરતા નીકળે. જે રકમ આપે તે લઈને આગળ જાય. ઘરમાં ગાયો હોય તે લોકો ગાયોના શિંગડા પાકા રંગોથી રંગતા. આ દિવસે સોના-ચાંદીની લોકો ખરીદી કરે છે. આ બાધી પરંપરા વર્ષોથી આજ પર્યંત ચાલુ જ છે.

દરબાર ગઢના ટાવરવાળા ભાગમાં વાવવાળા ચોકમાં સાંજે પાંચ વાગ્યાથી આતશબાજી ફોડવામાં આવતી. આ આતશબાજી ભુજના જ કારીગરો બાપા વલી સુરૈયા અને દારૃગર વ્હોરાભાઈઓ વગેેરે દ્વારા બનાવાતી જેનો રાજ દરબારના બાળકો તેમજ પ્રજાના બાળકો આનંદ લેતા.
કાળી ચૌદશના, દેવી-દેવતાની પૂજા તાથા નૈવેાધ લોકો કરતા હોય છે. ખેતરપાળ દાદાની પૂજા કરવામાં આવે છે. સાંજે ગૌધુલિક સમયે નૈવેાધમાં લાપસી કે ચોખાની ભરંજ થતી. લાપસી અને ભજીયાનું ભોજન બનતું. અવાટે કે ફળીયાના ચોકમાં કકળાટ કાઢવામાં આવતો.
દિવાળીના વહેલી સવારે આખુ શહેર મુખ્ય મંદિરોમાં મંગળા આરતીના દર્શને ઉમટે. આ દિવસે ગોળના લાડુ મોટા ભાગના ઘરોમાં થતા. ખાસ પ્રકારની મીઠાઈઓ સવાર-સાંજ બનતી અને સગા સંબંિધઓમાં આપ-લે થતી. સાંજે સૂર્યાસ્ત બાદ શેરડી કે આડકાનો ત્રણેક ફુટનો સાંઠો લઈ મેરડીયુ બનાવાવમાં આવતું. છેડે કપાસ કે કપડાને વીટાળી મશાલ રૃપે પ્રગટાવી વાવ કે અવાળા પાસે મુકી આવતા સાંજે વેપારીઓ ચોપડા તાથા કચ્છી સિક્કાનું પૂજન કરતા રાત્રિના આતશબાજી કરાતી. દિવા તાથા રંગોળી કરવામાં આવતી.
નવા વર્ષ પહેલાં વહેલી સવારે ઘરની સ્ત્રીઓ કુળના દેવી-દેવતા તેમજ મંદિરે દર્શન કરીને ઘરના વડીલોને પગે લાગે છે. ઘરની બહાર છાણના બલીરાજા બનાવતા. આ જગ્યા પર રક્ષાબંધનના દિવસે બાંધેલી રાખડીને છોડવામાં આવતી. સવારના રાજા તરફાથી કચેરી ભરાતી જેમાં સૌ પ્રજાજનો રામ રામ તેમજ જીએરા કહેવા જતાં. સાંજે અમલદારોની પત્ની રાજરાણીઓ મળવા જતા. દરેક બહેનોને ખોબો ભરીને સોપારીના ત્રોફા આપવામાં આવતા. સાંજના ભાગે ખાસરાના મેદાનમાં ભેગા થતા જ્યાં વિવિાધ રમતો રમાતી જેમાં ઈનામો અપાતા. આમ કચ્છની ભાષામાં પડવા પટ્ટી તરીકે કહેવાતું. વર્ષો પૂર્વેની ઉજવણી દિવાળીની યાદગાર બની રહી. આજે પણ એ જ પર્વ એટલા જ ઉત્સાહાથી ઉજવાઈ રહ્યું છે. પરંતુ સમયાંતરે કેટલાક પરિવર્તનો આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *