હેણોતરો કુવામાં પડ્યો, બહાર કાઢતાં જ ગાયબ

Contact News Publisher

નખત્રાણા નજીક રામપરની વાડીમાં શુક્રવારે સવારે દુર્લભ એવો હેણોતરો કુવામાં પડી જતા તરત જ ગ્રામલોકો અને વનવિભાગ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું,જો કે બહાર નીકળતા વેંત જ તે વન્યક્ષેત્રમાં ગાયબ થઇ ગયો હતો. અતિ ચપળ એવો હેણોતરો આજથી સાત વર્ષ પહેલા આ વિસ્તારમાંથી વનવિભાગે રેસ્ક્યુ કર્યો હતો,ત્યારબાદ બહુજ ઓછો જોવા મળ્યો છે.જો કે એકલ દોકલ લોકોએ જોયો હોવાનું જ જાણવા મળ્યું છે.આ વચ્ચે નખત્રાણા પૂર્વ રેન્જના રામપર (રોહા) વિસ્તારમાં સવારે કૂવામાં પડેલો હોવાની જાણ થતા જ પશ્ચિમ કચ્છના નાયબ વનસંરક્ષક બી.જે અસારીના માર્ગદર્શનથી પૂર્વ રેન્જના આર.એફ.ઓ ડી.એલ ચૌધરી સહિતની વનવિભાગની સ્થાનિક ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી અને ગ્રામલોકોના સહયોગથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયુ હતું.

કૂવામાંથી કાઢતાવેંત જ તરત કાન ઊંચા કરીને ચપળ જીવ વન્યક્ષેત્રમાં ચાલ્યો ગયો હતો,જેના જીપીએસ અક્ષાંશ અને રેખાંશની વનવિભાગે નોંધ કરી લીધી છે.રેસ્ક્યુ કામગીરીમાં સ્થાનિક લોકોમાં ભાવેશ ધાનાણી,જગતસિંહ સોઢા,જીતેન્દ્રસિંહ સોઢા અને વનવિભાગની ટીમમાં એસ.કે મધુડા,એન.એચ મકવાણા સહિતનો સટાફ જોડાયો હતો. ગુજરાત રાજય વનવિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬ ની વસ્તીગણતરીમાં કચ્છમાં માત્ર ૯ જ હેણોતરા હોવાનો આંકડો દર્શાવાયો હતો. હેણોતરો,બિલાડીના કુળનું એ ચાલાક પ્રાણી છે,જે આસાનીથી દસ ફૂટ સુધી કૂદકો મારી શિકારને છોડતું નથી.કચ્છમાં લખપત,નખત્રાણા અને નારાયણ સરોવર સહીત વિસ્તારોમાં તે નોંધાયેલું છે.

હેણોતરો આ પહેલા 2016માં દયાપરના વનવિભાગના ડ્રાઇવર દ્વારા નોંધાયો હતો. જો કે હવે નખત્રાણામાં દેખા દેતા અમે નિર્વસનતંત્ર સુધારણા માટે ખાસ પ્લાન રાજ્યસ્તરે મૂકી દીધો છે. જેથી ફિલ્ડવર્ક થશે અને તેને શોધવા ખાસ પ્રકારના ટ્રેપ કેમેરા ફિલ્ડમાં મૂકી દેવામાં આવશે. જીપીએસ ડેટાના આધારે આજથી જ આ કાર્ય શરુ થઇ ગયું છે.હેણોતરાનું સાઇટિંગ ખરેખર એક સુખદ સમાચાર છે.

9 thoughts on “હેણોતરો કુવામાં પડ્યો, બહાર કાઢતાં જ ગાયબ

  1. Pingback: yehyeh.com
  2. Pingback: scooters in vegas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News