”મહા” મુસિબત સમયે કચ્છની ૧૭૮ બોટો હજુ પણ મધ દરિયામાં

Contact News Publisher

મહા નામનું વાવાઝોડું ગુજરાતના કાંઠે ટકરાય તેવી સંભાવના વચ્ચે સરકારે તમામ તંત્રોને એલર્ટ કરી દીધા છે. ત્યારે રાજયના મત્સ્યોધ્યોગ વિભાગે રાજયના તમામ જિલ્લા મત્સ્યોધ્યોગ કચેરીને તેમના બંદરો પર થી જે બોટ દરિયાઇ સફર ખેડવા માટે ગઇ હોય તેને પરત બોલાવી લેવા સુચના અપાઈ છે.

જિલ્લાના 18 પૈકી જખૌ, માંડવી અને મુન્દ્રા પોર્ટ પરથી મહતમ સંખ્યામાં બોટ દરીયાઇ સફર ખેડવા માટે ગઇ છે. સાયકલોનના કારણે દરિયો તોફાની બનતાં તમામ ફિશીંગ બોટને પરત બોલાવી લેવાની સુચના અપાયા બાદ તબક્કાવાર બોટો પરત અાવવાનું શરૂ થયું છે. અામ છતાં હજુ 178 બોટ તો દરિયામાં જ છે. આ બોટો કચ્છી બહારની એટલે કે વેરાવળ અને પોરબંદર બાજુની હોતાં સ્થાનિક માછીમાર એસો.ના હોદેદારોને આ બોટના ખલાસીઓનો સંપર્ક કરી પરત બોલાવી લેવા જણાવાયું છે.

તો નવા ટોકન આપવાનું બંધ કરવા સાથે જયાં સુધી રાજય સ્તરેથી નવી સુચના ન મળે ત્યાં સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. જિલ્લાના કંડલા સહિતના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ યથાવત રખાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News