” મહા ” વાવાઝોડાંની આગાહી , માછીમારોને દરિયો ન ખેડવા તાકીદ

Featured Video Play Icon
Contact News Publisher

જાહેર નોંધ
મહા વાવાઝોડાની આગાહીના અનુસંધાને મદદનીશ મત્સ્યોધ્યોગ નિયામકની કચેરી ભુજ દ્વારા જિલ્લાના તમામ મત્સ્ય કેન્દ્ર ખાતે ના ફિશરીઝ ગાર્ડ તેમજ માછીમાર આગેવાનો નાત પટેલો સહકારી મંડળીઓના પ્રમુખશ્રીઓ તથા માછીમારોને આવનારા વાવાઝોડાની અસરના પગલે માછીમારી કરવા ન જવા બાબતે પરિપત્ર કરી જાણ કરેલ હતી છતાં પણ અત્રેની કચેરીને મેસેજ મળેલ કે અમુક બોટ માલિકો દ્વારા તેઓની બોટને પરત લાવેલ નથી જેમને પરિપત્ર કરી બોટ તાત્કાલિક પરત લાવવા બાબતે તાકીદ કરેલ છે કચેરી ખાતે કાર્યરત કંટ્રોલરૂમ થી દર એક બે કલાકે બોટો ના આવક-જાવકના આંકડા વડી કચેરી અને ડિઝાસ્ટર શાખા ભુજ કચ્છ ને આપવામાં આવે છે જેમાં કુલ 1090 બોટ માછીમારી કરવા ગયેલા જે પૈકી 670 બોટ પરત ફરેલ છે અને હાલમાં દરિયામાં 420 બોટ રહેલી છે જે પૈકી વલસાડ, વેરાવળ, જામનગર જિલ્લાની અને અન્ય જિલ્લાઓની 225 બોટો રહેલી છે જેમને પરત લાવવા બાબતે જે તે જિલ્લા અધિકારી શ્રીને બોટ માલિકો ને જાણ કરવા અંગે સૂચિત કરવામાં આવેલ છે અત્રેની કચેરી દ્વારા દરેક મત્સ્ય કેન્દ્ર ખાતે ના ગાર્ડ ને સુચના આપવામાં આવેલ છે તે મુજબ દરેક કેન્દ્ર ખાતે વાવાઝોડા સંદર્ભે અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવેલ છે અને તે સબ રોજકામ પણ કરવામાં આવેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News