બેન્કની ગંભીર બેદરકારીથી ભચાઉના કૃષિઓ રહેશે પાક વિમાથી વંચિત !

Contact News Publisher

કચ્છના ભચાઉ પંથકમાં કરા સાથે વરસેલા કમોસમી વરસાદે ખેતીના ખરીફ પાકોમાં વ્યાપક નુકશાની પહોંચાડી છે. આવી સ્થિતિ વચ્ચે એસબીઆઈ બેન્કના વાંકે રપ૦૦થી વધુ ખેડૂતોને નુકશાની હોવા છતાં પાક વિમાથી વંચિત રહેવાનો વારો આવે તેવી સ્થિતિ પેદા થઈ છે. જ્યારે બેન્કમાં આ અંગે રજૂઆત કરવામાં આવી ત્યારે કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાનો આક્ષેપ કિસાન સંઘ દ્વારા કરાયો છે.
ભચાઉ તાલુકાના ખેડૂતો માટે પેદા થયેલી વિચિત્ર સ્થિતિ અંગે કિસાન સંઘે જણાવ્યું છે કે, એસબીઆઈ બેન્કની ભચાઉ, સામખિયાળી અને લાકડિયાની બ્રાન્ચમાંથી પાક ધિરાણ મેળવનાર ખેડૂતોના ખાતામાંથી બેન્ક દ્વારા ઓટોમેટીક વિમા પ્રિમિયમની રકમ કાપી લેવામાં આવી છે. આ અંગેની નોંધ પણ પાસબુકોમાં છે. પરંતુ જે તે વખતે બેન્ક દ્વારા વિમા કંપનીમાં આ વિગતોનો ડેટા અપલોડ કરવાનો હોય છે, આવો ડેટા બેન્ક દ્વારા અપલોડ કરાયો નથી. ખેડૂતોએ નુકશાનીનું વળતર મેળવવા માટે જ્યારે વિમા કંપનીમાં અરજી કરી ત્યારે વિમા કંપની દ્વારા સ્પષ્ટ શબ્દોમાં એવો જવાબ આપી દેવામાં આવ્યો છે કે, આ ત્રણેય બ્રાન્ચના એક પણ ખેડૂત દ્વારા કોઈ પ્રકારનો વિમો લેવામાં આવ્યો જ નથી!

વેબ પોર્ટલ પર વિગતો ચડાવવાના ગંભીર કાર્યમાં એસબીઆઈની આ ત્રણેય બ્રાન્ચ દ્વારા બેદરકારી દાખવવામાં આવી છે. આગેવાનો આ અંગે રજૂઆત કરવા બેન્કમાં પહોંચ્યા ત્યારે બેન્કના કોઈ જવાબદાર અિધકારી હાજર નહોતા. બીજી તરફ ખેતીવાડી વિભાગને પણ આ ત્રણેય બ્રાન્ચના ખેડૂતો સાથે આવું બન્યું હોવાની બાબતને સમાર્થન આપ્યું છે. બેન્કના બેજવાબદાર વલણના કારણે હાલના પાક નિષ્ફળ જવાના સંવેદનશીલ સમયમાં ખેડૂતો કફોડી સિૃથતિમાં મુકાઈ ગયા છે. ત્યારે ભોગ બનેલા ખેડૂતોને ન્યાય મળે અને બેદરકારી અંગે કડક પગલા લેવાય તેવી માગણી કરવામાં આવી છે.

1 thought on “બેન્કની ગંભીર બેદરકારીથી ભચાઉના કૃષિઓ રહેશે પાક વિમાથી વંચિત !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *