કચ્છમાં જેમ જેમ ઠંડીની પકડ મજબૂત બને છે તેમ તેમ ક્રિકમાં હલચલ તેજ બની

Contact News Publisher

શુક્રવારે વધુ એક પાકિસ્તાનની બિનવારસુ બોટ ઝડપાઈ છે ત્યારે કચ્છની ક્રીક બોર્ડરની વાત કરીયે તો અહી અટપટી ક્રીકો છે. વળી અહીં પાકિસ્તાની ચોકીપહેરો દરિયાની સરખામણીએ ઓછો છે. જેના કારણે પાકના માછીમારો ભુલભુલમાં ભારતીય સીમામાં ઘુસી આવે છે. પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓ કરતા માછીમારોની બોટ વધારે જોવા મળે છે.

પાકિસ્તાનમાંથી ઘુસણખોરી કે ભારતીય માછીમારો સરહદ પાર ન કરી જાય તેના માટે ભારતીય એજન્સીઓ સતર્ક રહે છે. જ્યારે પાકિસ્તાનનું તંત્ર રેઢીયાળ છે. પાકિસ્તાન પોતાના માછીમારોને છુટ્ટોદોર આપી દેતી હોય છે. ત્યાંની ફિશરી વિભાગ કે કસ્ટમ પુરતી તકેદારી લેતું નથી. મોટાભાગના માછીમારો પાસે ત્યાંની સરકારની મંજૂરી હોતી નથી. અનેક માછીમારો પાસે ઓખળકાર્ડ જેવી વસ્તુઓ પણ હોતી નથી. તો કોઇ પાસે જુના ઓળખકાર્ડ મળી આવે છે. નોંધાયેલા માછીમારોથી અનેકઘણાં અહીં માછીમારી કરવા દોડી આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News