નલિયા ખાતે પારો ૧૦થી નીચે : કાતિલ ઠંડીનું મોજુ

Contact News Publisher

કચ્છ સહિત ગુજરાતભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે અને હજુ આગામી બે દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આનો મતલબ એ થયો કે, હજુ વધુ ઠંડી પડવાના સંકેત દેખાઈ રહ્યા છે.

તેવામાં આજે નલિયામાં પારો ગગડીને ૯.૪ થયો હતો જે ગઈકાલની સરખામણીમાં આજે ઘટ્યો હતો. તો બીજી બાજુ ઠંડીનો ચમકારો રહેતા લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ દેખાયા હતા. ઠંડીમાં એકાએક વધારો થતાં ગરમ વસ્ત્રોના બજારમાં જોરદાર તેજી જામી છે. હાલમાં તબીબો પાસે જુદા જુદા પ્રકારના બેવડી સિઝનના ઈન્ફેકશન અને ફુડ પોઈઝનીંગના કેસો સાથે લોકો વધુ આવી રહ્યા છે. હવામાન વિભાગ તરફથી ચેતવણી જારી કરાયા બાદ ઠંડીને લઈને લોકો સજ્જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *