ભુજ રેલી માટે હિન્દૂ યુવા સંગઠનની FULL તૈયારી, પણ કચ્છ રેન્જ IG ની No Permission

Contact News Publisher

ભારત દેશ બિનસાંપ્રદાયિક દેશ છે, કચ્છની કોમી એકતાની વાત પણ સમગ્ર વિશ્વમાં જાહેર છે.

જોકે સમયાંતરે નાના મોટા બનાવો કચ્છની એકતાને ખંડિત કરવા માટે બહાર આવતા હોય છે, હાલ NRC  અને CAA નો મુદ્દો સમગ્ર ભારતમાં વિવાદનો મુદ્દો બન્યો છે. ત્યારે સ્પષ્ટ રીતે  બે વિચારધારા પ્રકાશમાં અને સપાટીમાં આવી છે .

આ કાયદાનો એક તરફ વિરોધ થઈ રહ્યો છે ,તો બીજી તરફ એનું સમર્થન પણ જોવા મળી રહયું છે. અમદાવાદમાં પોલીસ જવાનો, પોલીસ અધિકારીઓ અને પોલીસ વાન પર થયેલો પથ્થરમારો દેખાડે છે કે આ કાયદાનો કેટલો બધો વિરોધ એક સંપ્રદાયમાં છે ,ત્યારે એક બીજો સંપ્રદાય છે આ કાયદાને સ્વીકારવા માટે પણ મેદાને આવી ગયો છે. પરંતુ કચ્છની વાત કરીએ તો ૨૧મી ડિસેમ્બર 2019 શનિવારના સવારે 10 વાગ્યે જયુબેલી સર્કલ પાસે મહારેલીનું આયોજન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું , રેલી ની પૂર્વસંધ્યાએ ગુજરાતનાં અનેક નામી અનામી કાલકારોએ પણ આ મુદ્દે આગળ આવીને વીડિઓ વાયરલ કરેલ હતો, જેમાં ગીતાબેન રબારી , રાજભા ગઢવી સહિતનાં કલાકારોએ ભુજની રેલી માં જોડાવા લોકોને આહવાન કર્યું હતું.

પરંતુ રેલી પૂર્વે જ આ સમગ્ર મુદ્દાને લઇને પોલીસ તંત્ર, વહીવટીતંત્ર સજાગ છે,  ત્યારે ભવિષ્યમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કચ્છ રેન્જ આઇ.જી.પી. સુભાષ ત્રિવેદીએ હવે આ મુદ્દાને લઇને કોઇ રેલી કે આવેદનપત્ર ન કરવા માટેનો ચોક્કસ આદેશ જાહેર કરી દીધો છે, ત્યારે એક તરફ હિન્દુ યુવા સંગઠન રેલીને લઇને પૂર્ણ તૈયારીમાં છે, અને બીજી તરફ પોલીસ તંત્ર આવી રેલી કે આવેદનપત્ર હવે નહીં યોજાય એવો આદેશ પણ જાહેર કરી દીધો છે.

સિટીઝનશીપ એમેન્ડમેન્ડ એક્ટ (CAA) અને નેશનલ રજિસ્ટર ઑફ સિટીઝનશીપ (NRC)ના વિરોધમાં  દેશભરમાં હિંસક દેખાવો થઈ રહ્યાં છે.

ત્યારે આવા સંવેદનશીલ સમયમાં વિરોધ અને સમર્થનની રેલીઓ દરમિયાન જ તોફાનો ફાટી નીકળતાં હોઈ કચ્છ બોર્ડર રેન્જ આઈજીપી સુભાષ ત્રિવેદીએ હવે પછી આવી કોઈપણ રેલી કે આવેદન પત્ર આપવાના કાર્યક્રમને મંજૂરી આપવા પર કડક પ્રતિબંધ ફરમાવી દીધો છે.

IG એ વધુમાં જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા માટે જોખમરૂપ બને તેવી કોઈપણ પ્રવૃત્તિને ચલાવી લેવામાં આવશે નહીં.

એમણેઉમેર્યું કે પોલીસની મંજૂરી વગર જો કોઈ કાર્યક્રમ યોજાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. એમણેજણાવ્યું કે કચ્છ ની પ્રજા શાંત અને દેશભક્ત છે ત્યારે આવું કરીને વાતાવરણ દૂષિત કરવાનો પ્રયાસ કરનાર કોઈપણ સમાજનાં તત્વોને સાંખી લેવામાં આવશે નહિ.

જણાવા મળતી વિગતો પ્રમાણે જો જરૂર જણાય તો તંત્ર દ્રારા સોશ્યલ મીડિયામાં કે એનાં મારફત કોઈ અફવાઓ ન ફેલાય તે માટે જરૂરી પગલાં પણ ભરવામાં આવી શકે છે , જરૂર પડ્યે ઈન્ટરનેટ અંગે પણ તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લઈ શકાય છે.

Last Boll : જ્યારે કાયદો જ બની ગયો હોય પછી એને લઈને હિંસક બનાવો બને એ ભારતની લોકશાહીનું અપમાન અને ખૂન છે.

YouTube : maa news live

Android App : maa news live

Whatsapp : 94287 48643

97252 06123 / 27

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *