કચ્છના નવોદિત કલેક્ટરને મળ્યો હાઇકોર્ટનો ઠપકો !

Contact News Publisher

લખપત તાલુકાના નાની છેર ગામે દાયકા પૂર્વે આચરાયેલા જમીનને લગતા એક કૌભાંડ બાબતે ગુરૂવારે આ કેસની સુનાવણી હાઇકોર્ટમાં યોજાઇ હતી. જેના સંદર્ભે કચ્છ કલેકટરને આ કેસની તમામ સુનાવણીમાં ઉપસ્થિત થવાનો ઓર્ડર હોવાને કારણે નવનિયુક્ત કલેકટર પ્રવીણા ડી.કે. પણ ઉપસ્થિત રહ્યા હતાં. આ કેસમાં સરકારની સીધી લાપરવાહીનો ભોગ બનનારા ભુજના ભદ્રેશ શાહના એડ્વોકેટ નીરવ સંઘવીના કહેવા મુજબ કલેકટરે પોતે હાલમાં જ જિલ્લાનો ચાર્જ સંભાળ્યો હોવાનું હાઇકોર્ટને કહ્યું હતું.

કોર્ટને જિલ્લાના સતાવાળાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અગાઉના જમીન માલિકો, કે જેમણે જીએમડીસી પાસેથી ખોટી રીતે વળતર મેળવી લીધું હતું તેમની સામે દયાપર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવવામાં આવી છે. જોકે, કોર્ટને આ જવાબથી સંતોષ થયો ન હતો. સંઘવીના કહેવા મુજબ હાઇકોર્ટે એવો સવાલ ઉઠાવ્યો હતો કે આ કેસમાં મહેસુલી અધિકારીઓની સામેલગીરી સીધી દેખાય જ છે તો તેમની સામે કેમ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આ તબક્કે કોર્ટને એવી માહિતી આપવામાં આવી હતી કે સબંધિત અધિકારીઓ સામે ખાતાકીય પગલાં લેવામાં આવ્યા છે. આ કેસમાં જમીન વેચનારા ચાર શખ્સો સામે પણ જામીનપાત્ર વોરંટ જારી કરવા કોર્ટે કહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *