મુન્દ્રાની આદર્શ નિવાશી (અનુ. જાતિ) કુમાર શાળાના વિદ્યાર્થીઓ પર મકાન રૂપી મોત ભમી રહ્યું છે

Contact News Publisher

પાછલા લાંબા સમયથી રાજ્ય સરકાર દ્વારા કચ્છ જીલ્લામાં શિક્ષણને ખૂબ ઊંચા સ્તરે લઈ જવાયાની મોટી મોટી જાહેરાતો કરાઇ છે ત્યારે તે મોટી જાહેરાતો પાછળનું વાસ્તવિક ચિત્ર મુન્દ્રાની આદર્શ નિવાશી (અનુ. જાતિ) કુમાર શાળાના અતિ જર્જરિત મકાનને જોઈને સ્પષ્ટ થાય છે.

આ બાબતે ભુજના જાગૃત નાગરિક અને ધારાશાસ્ત્રી ધનજીભાઇ રાણા મેરીયાએ જ્યારે આ મુંદ્રાની શાળાની મુલાકાત લીધી ત્યારે આ શાળાનું મકાન જાણે વર્ષોથી બંધ પડ્યું હોય તેવી હાલતમાં અને શાળાના ઓરડાઓ એકદમ જર્જરિત હાલતમાં જોવા મળ્યા હતા જે વિદ્યાર્થીઓ માટે ખૂબ જ જોખમી કહી શકાય. આ બાબતે વધુ તપાસ કરતાં ચોંકી જવાય તેવું તથ્ય સામે આવ્યું કે આ શાળાના સંચાલક ભાજપના મોવડી અને ગાંધીધામ ધારાસભ્યના પિતા છે, જ્યારે આટલી મોટી ખ્યાતિ ધરાવનાર આ શાળાના સંચાલક દ્વારા અહીના બાળકો સાથે શોષણ થાય તે બહુ કમનસીબી ની વાત કહી શકાય છે.

ત્યારે આજે ધનજીભાઇ રાણા મેરીયા દ્વારા ઇશ્વરભાઇ પરમાર (મંત્રી, સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ, ગાંધીનગર) નું ધ્યાન દોરી લેખિતમાં રજૂઆત કરી આ શાળાના વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખી ઘટતું કરવા રજૂઆત કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *