કચ્છનું નાનું રણ પક્ષીઓના કર્ણપ્રિય કલરવથી ગુંજી ઉઠ્યું : હજારો કી,મી,નું અંતર કાપી વિદેશથી આવ્યા અનેક મહેમાન

Contact News Publisher

કચ્છનું નાનુ રણ આ એક એવું અદભૂત અને રમણીય સ્થળ છે કે અહીં શિયાળાની સિઝન પક્ષી પ્રેમીઓ માટે ખાસ બની જતી હોય છે. અહીં ઠંડીની સિઝનમાં હજારો કિલોમીટરનું અંતર કાપીને વિદેશી પક્ષીઓ અહીં આવે છે. જેના કારણે કચ્છનું આ નાનું રણ વિવિધ વિદેશી પક્ષીઓના કલરવથી કર્ણપ્રિય બની જાય છે.

ઉઁચા આકાશથી ઉડીને સાત સમુંદર પાર કરીને દર વર્ષે અહીંના મોંઘેરા મહેમાન બને છે. કચ્છના નાના રણ જ્યાં દર વર્ષે આવો જ અદભૂત નજારો જોવા મળે છે. અહીં હજારોની સંખ્યામાં ઉડીને આવતા વિદેશી પક્ષીઓને નિહાળવા માટે પક્ષીપ્રેમી અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ માટે કચ્છનું આ નાનું રણ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બની જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News