ભચાઉમાં જુગારમાં હારેલી મહિલા પાસેથી અન્ય ખેલીઓએ દાગીના અને પતિના નંબર માંગતા મહિલાએ કેરોસીન પીધુ

Four Women Playing Cards

Contact News Publisher

જુગારનો શોખ વ્યકિતને ઘણીવાર નૈતિક અધઃપતન તરફ તેમ જ જિંદગીથી હારી જવા મજબૂર કરી દેતો હોય છે. ભચાઉના વોંધ ગામે બનેલ આવો જ એક બનાવ જુગારનો શોખ ધરાવતા મહિલા ખેલીઓ માટે લાલબતી સમાન છે. જમીલાબાનુ ઉર્ફે બીલકીશબાનુ આમદ કુંભારે કેરોસીન પીને આત્મહત્યા કરવાની કોશિશ કર્યા બાદ તેમણે આત્મહત્યા માટે કારણ ચોંકાવનારું છે.

ગત અઠવાડિયે જુગાર રમતા રમતા હારી ગયા બાદ જમીલા પાસેથી તેની સાથે રમતા ચાર મહિલા ખેલીઓ અને એક પુરુષ ખેલીએ શરીર ઉપર પહેરેલા દાગીના માંગ્યા હતા. તે આપવાની ના કરતા તેમણે જમીલા પાસેથી તેના પતિના નંબર માંગ્યા હતા. બન્નેની આનાકાની કરતા સાથી ખેલીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા આકરી ઉદ્યરાણીથી ડરી ગયેલ જમીલાએ કેરોસીન પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી. સારવાર માટે ભુજની સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલ જમીલાએ આ અંગે વોંધ ગામના લક્ષ્મીબેન, પ્રભાબેન, હંસાબેન, અકબરના સાસુ તેમ જ રઝાક હજામ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ લખાવી છે.

1 thought on “ભચાઉમાં જુગારમાં હારેલી મહિલા પાસેથી અન્ય ખેલીઓએ દાગીના અને પતિના નંબર માંગતા મહિલાએ કેરોસીન પીધુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *