બે વર્ષ પૂર્વે નલિયાના હત્યા કેસમાં ધાક બેસાડતો ચુકાદો આપતી ભુજ સેસન્સ કોર્ટ

Contact News Publisher

વર્ષ ૨૦૧૭ માં નલિયાના દરબાર ગઢમાં વૃદ્ધની થયેલી હીચકારી હત્યાના કેસમાં ભુજ મધ્યેની સેસન્સ કોર્ટના જજ આઈ. ડી. પટેલ દ્વારા ધાક બેસાડતો ચુકાદો આપ્યો છે.

આ કેસની મળતી વિગતો મુજબ હત્યાનો આરોપી અભા બુઠા સાટી ઉર્ફે અબ્બાસ જે નલિયાના દરબાર ગઢના રહેવાસી હતભાગી કનુભા જાડેજાની ખેતીની જમીનમાં ભાગીદારમાં મજૂરી કામ કરતો હતો. તા. ૯-૧૧-૨૦૧૭ ના રોજ રાત્રિના સમયે મજૂરીની બાબતે મનદુ:ખ રાખી ઉશ્કેરાઈ જઇ આરોપીએ કનુભા જાડેજાના ઘરમાં બળજબરી પ્રવેશ કરી કનુભા જાડેજા (ઉ. ૯૦ વર્ષ) ની ધારદાર હથિયાર વડે ગળાના ભાગે પ્રહાર કરી હત્યા નિપજાવી હતી, તે દરમ્યાન ઘટનાસ્થળ આસપાસ રહેલા કનુભા ગગનસિંહ જાડેજા, કિશોરસિંહ ખેંગારસિંહ જાડેજાએ આરોપી અભા બુઠા સાટી ઉર્ફે અબ્બાસ નાશે તે પગેલા ઝડપી પાડ્યો હતો અને સહદેવસિંહ જાડેજાએ આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ત્યારે આજે ભુજની સેસન્સ કોર્ટ દ્વારા અભા બુઠા સાટી ઉર્ફે અબ્બાસને ૧૮ મૌખિક પુરાવા તેમજ ૩૩ દસ્તાવેજી પુરાવાને આધારે હત્યાનો દોષી ઠેરવી હત્યાની કલામ ૩૦૨ જેમાં આજીવન કેદ, કલામ ૪૫૨ જેમાં ઘરમાં બળજબરી પ્રવેશ જે અંતર્ગત ૩ વર્ષની કેદ, કલમ ૧૩૫ ગુજરાત પોલીસ એક્ટ (હથિયારબંધી જાહેરનામાનો ભંગ) બાબતે ૪ માસની સાદી કેદની સજા સંભડાવી હતી જે દરમ્યાન સરકાર તરફે જિલ્લા અધિક સુરેશ એ. મહેશ્વરી હજાર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News