લોકોની અપેક્ષા મુજબના વિકાસ કામોમાં નાણાની ખેંચ પડવા નહિ દેવાયઃ કચ્છી રાજ્યમંત્રી

Contact News Publisher

અંજાર તાલુકાના લાખાપર ગામે રૂ. ૨૩ કરોડના ખર્ચે અંજાર-સતાપર-લાખાપર-ચાંદ્રાણી રસ્તાને પ.૫૦ માંથી ૭ મીટર પહોંળો કરવા સાથે રૂ. ૧ કરોડના ખર્ચે મોડસર-જરૂ-ખોખરા-લાખાપર-ટપ્પર-ભીમાસર માર્ગનું રીસરફેશીંગના કામનાં ખાતમુહુર્ત કાર્યક્રમને સંબોધતાં સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી અકિલા વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા લોકોની અપેક્ષા પૂર્ણ કરવા વિકાસકામોમાં કયાંય પૈસાની તાણ પડવા નહીં દેવાય.

રાજયમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, અંજાર-ચાંદ્રાણીનો માર્ગ સેતુબંધ સમાન છે. ટ્રાફિક પણ દ્યણો વધ્યો છે. અકસ્માતો નિવારવા સાથે લોક સુખાકારી માટે ખૂબ ઉપયોગી આ માર્ગની સુધારણાનું કામ ચાર વર્ષની મથામણ પછી રાજય સરકારમાંથી મંજૂરી મેળવી શરૂ કરાઇ રહ્યું છે, તેનો મને આનંદ છે. રસ્તાનું કામ સારૂ અને મજબૂત બને અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તેની તકેદારી માટે માર્ગ-મકાન વિભાગને ટકોર કરી હતી. આ પ્રસંગે રાજયમંત્રીના હસ્તે લાખાપર ગ્રામ પંચાયતને ડ્રેનેજ સફાઇ કાર્ય માટે જેટકિંગ યુનિટની અર્પણવિધિ પણ કરાઇ હતી. કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી અને કચ્છ કુરિયન વલમજીભાઈ હુંબલે રાજયમંત્રી દ્વારા લોકોની અપેક્ષાની પૂર્તિ સાથે સર્વશ્રેષ્ઠ કામગીરી થાય છે, તેમ જણાવી ગામડાંના વિકાસમાં માર્ગોની ભૂમિકા મહત્વની ગણાવી હતી અને લાખાપર ગ્રામ પંચાયતને સફાઇ કાર્યમાં ઉપયોગી જેટકિંગ મશીનની ફાળવણી કરાતાં શુભકામના પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભે લાખાપરના સરપંચ શામજીભાઈ માતાએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કિસાન મોર્ચાના મહામંત્રી ગોપાલભાઈ માતા, તાલુકા મહામંત્રી કાનજીભાઈ શેઠ, મશરૂભાઈ રબારી, પંચાયત સદસ્ય ત્રિકમભાઈ આહિર, ચાંદ્રાણીના સરપંચ ધનજીભાઈ, નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી બદલાણીયા, આંબાપર અને લાખાપરના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *