અબડાસા તાલુકાના મોથાળા સીમ વિસ્તારમાં આગ ભભૂકી ઉઠી

Contact News Publisher

અબડાસા તાલુકાનાં મોથાળા ગામની સીમ વિસ્તાર આજે બપોરના ૧૨.૩૦ વાગ્યાના અચાનક કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. જો કે સમયસર આ આગ પર કાબૂ મેળવી લેવાતા મોટું નુકશાન થતાં બચાવી લેવાયું હતું.

આ બાબતે આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ આજે બપોરના ૧૨.૩૦ વાગ્યાના અરસામાં સીમ વિસ્તારમાં લાગેલી આગની જાણ ગ્રામજનોને થતાં તેઓ તરત દોડી આવ્યા હતા અને આ આગ ૧૫ થી ૨૦ કિલોમીટર સુધી વિસ્તરેલી હોઈ મહામહેનતે આગને કાબુમાં લેવાઈ હતી. ગ્રામજનોની સતર્કતાને લીધે મોટું નુકશાન થતું બચી ગયું હતું. આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી તેવું ગ્રામજનો દ્વારા જણાવાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *