અતિથિ દેવો ભવ: નાં સૂત્રને સાર્થક કરતી માંડવી પોલીસ , વાત છે વિદેશી મહિલાની

Contact News Publisher

જર્મન નાગરિક નું ગુમ થયેલ પાકીટ ગણતરીના સમયમાં શોધી કાઢતી માંડવી સીટી પોલીસ

જર્મન નાગરિક ક્લીન્ડી મેગડાલેના મિલ્સ આજે માંડવી શહેરમાં ફરવા માટે આવેલ હતા અને તેઓના જરૂરી ડોક્યુમેન્ટસ તેમજ અસલ પાસપોર્ટ તથા રૂપિયા તથા ફ્લાઇટની ટિકિટ વગેરે કાગળો સાથે નું પાકીટ માંડવી સિટીમાં ક્યાંક ગુમ થઈ ગયેલ હતું

જે બાબતે માંડવી પોલીસ સ્ટેશનમાં આવી ને જાણ કરતા આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બી એમ ચૌધરી સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ એક પોલીસની ટીમ બનાવી વિદેશી નાગરિક ને સાથે રાખી તપાસ કરી ગણતરીની મિનિટોમાં ડોક્યુમેન્ટ તેમજ અસલ પાસપોર્ટ તથા ફ્લાઇટની ટિકિટ વગેરે કાગડો સાથેનું જર્મન નાગરિક નું ગુમ થયેલ પાકીટ શોધી કાઢી જર્મન નાગરિક ને પાકીટ પરત સોંપવામાં આવેલ ,

આમ જર્મન નાગરિક ના ગુમ થયેલ પાકીટ ગણતરીના સમયમાં શોધી કાઢી પ્રજાનો પોલીસ પરનો વિશ્વાસ ટકી રહે તેમ ઉમદા કામગીરી કરી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા માંડવી સિટી પોલીસને આજે જર્મન નાગરિક કલીન્ડી મેગડાલેના એ તેમજ શહેરીજનો તરફ થી માંડવી પોલીસ ને અભિનંદન મળી રહ્યા છે

આ ઉપરોક્ત કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ મયુર સિંહ અજીતસિંહ ઝાલા , વુમન પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન અમીચંદભાઈ તથા ઉમેરા બેન અબુબકર સમેજા એ રીતે ના પોલીસ સ્ટાફના માણસો જોડાયેલ હતા

ફોટો સ્ટોરી બાય પરેશ જોષી મા આશાપુરા ન્યૂઝ ચેનલ માંડવી કચ્છ.

Youtube : maa news live

Android App : maa news live

Email : jaymalsinhjadeja@gmail.com

Whatsapp : 97252 06123 / 27

2 thoughts on “અતિથિ દેવો ભવ: નાં સૂત્રને સાર્થક કરતી માંડવી પોલીસ , વાત છે વિદેશી મહિલાની

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *