જખૌમાંથી ઝડપાયું ૧૭૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ : પાંચ પાકિસ્તાનીઓ ઝબ્બે

Contact News Publisher

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્કવોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની ટીમે ગઈકાલે રાત્રે મધ્યદરિયે જખૌ પાસે ઓપરેશન કર્યું હતું. જેમાં માછીમારી બોટમાં ગેરકાયદેસર જળમાર્ગે ગુજરાતમાં રૂ. ૧૭૫ કરોડના નાર્કોટિક્સના જથ્થાને ઘૂસડવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો. તેમજ માછીમારી બોટમાં સહિત 5 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડ્યા છે. પાંચેયની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ડ્રગ્સનો જથ્થો કરાચીથી દિલ્હી પહોંચાડવાનો હતો. પાકિસ્તાની બોટ સાથે 5 પાકિસ્તાની ડ્રગ્સ માફિયા ઝડપાયા છે. ગુજરાત ATS, કોસ્ટગાર્ડ અને SOGની સંયુક્ત કાર્યવાહીમાં ડ્રગ્સના મોટા જથ્થાનો પર્દાફાશ થયો છે. પાકિસ્તાની બોટ દ્વારા નશાકારક દ્રવ્યોની ડિલિવરી કરવામાં આવશે તેવી બાતમીના આધારે આ સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ગુજરાત પોલીસને આ અંગે બાતમી મળી હતી કે, પાકિસ્તાનના પાંચ ઈસમો કરાચીથી માછીમારીની બોટમાં ડ્રગ્સનો મોટો જથ્થો લઈ જવાના છે. આ બાતમીના આધારે ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડ અને એસઓજીએ સાથે મળી આ ઓપરેશન પાર પાડ્યું હતુ. અને વોચ ગોઠવીને જખૌના મધદરિયેથી આ પાકિસ્તાની બોટ સાથે કરોડોના ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો.

માછીમારી બોટમાં કરાંચીના 5 ઈસમો ગેરકાયદેસર રીતે અંદાજીત કિંમત રૂ. ૧૭૫ કરોડના નાર્કોટિક્સના ૩૬ પેકેટ પકડી પાડ્યા હતા. ડ્રગ્સના કન્સાઈન્ટમેન્ટને ઈરાની સીમા પશનીથી લેવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ડિલીવરી કરવાનું હોવાનું સામે આવ્યું છે. બાતમીને આધારે ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. જો કે આ ડ્રગ્સને ગુજરાતમાંથી વિદેશ મોકલવાનું આયોજન હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

10 thoughts on “જખૌમાંથી ઝડપાયું ૧૭૫ કરોડ રૂપિયાનું ડ્રગ્સ : પાંચ પાકિસ્તાનીઓ ઝબ્બે

  1. Pingback: superkaya88
  2. Pingback: lsm99
  3. Pingback: click
  4. Pingback: blote borsten

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *