અબડાસાના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એકવાર તીડનું આક્રમણ

Contact News Publisher

કચ્છમાં હાલ શિયાળો પોતાની ચરમસીમાએ છે ત્યારે કચ્છ તેમજ ગુજરાતમાં આ સમયે સામાન્ય રીતે જીરું, ઘઉં, ચણા, રાયડો, વગરેની ખેતી કરવામાં આવતી હોય છે ત્યારે કચ્છમાં પહેલા દુકાળ ત્યારબાદ અતિવૃષ્ટિ નો સામનો કર્યા બાદ હવે તીડની સમસ્યાએ ભરડો લીધો છે ત્યારે ફરી આજે અબડાસાના ગ્રામીણ વિસ્તારમાં ત્રાટક્તા ખેડૂતો પર ચિંતાના વાદળો છવાયા છે.

આ સમગ્ર બાબતે મળતી વિગતો મુજબ આજે સવારે અબડાસા તાલુકાનાં વાલાવારી,ગુનાવ,અકરી ના 2 કિલોમીટર એરિયામાં હજ્જરોની સંખ્યામાં તીડ ત્રાટક્યા હતા ત્યારે 3 ગામ ના 2 કિલોમીટર એરિયામાં એક ટિમ દ્વારા દવા છટકાવ શરૂ કરાયું છે તો તીડ સંખ્યા વધુ હોવાને કારણે પાલનપુર થી આજે સાંજ સુધી અન્ય એક ટિમ આવશે જે કચ્છના અસગ્રસ્ત વિસ્તારોમાં દવા છટકાવ કરશે. તેવામાં માં ન્યૂઝ સાથે વાત કરતાં 2 થી 3 દિવસ માં તીડ કંટ્રોલ કરી લેવાશે તેવું કચ્છ તીડ નિયંત્રણ અધિકારી દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *