અંજારના ધમધમતા ટાઉન હોલ વિસ્તારમાંથી બે લાખની રોકડ સાથેની એકિટવાની ઉઠાંતરી

Contact News Publisher

વાહનમાં રૂપિયા કે અન્ય જોખમ રાખીને વાહન છોડી અન્યત્ર જતાં વાહનચાલકોએ સાવધાની રાખવાની જરૂરત હોય છે. પણ, મોટેભાગે વાંધો નહીં હમણાં જ આવી જઈશું એવી મનોવૃતિ સાથેની બેદરકારી ભારે પડી શકે છે.

અંજારના ધમધમતા એવા ટાઉનહોલ વિસ્તારમાં સમી સાંજે બે લાખની રોકડ સાથે એકિટવાની થયેલી ઉઠાંતરી એ ચકચાર સર્જી છે. પોતાના મિત્રને ૧૦ મિનિટ માટે મળવા ગયેલા વ્યાપારી કેની સુરેશભાઈ ભણસારી (શાહ) ની વેગો કોફી કલરની એકિટવા જીજે ૧૨ બીઈ ૦૩૯૧ કોઈ અજાણ્યા ગઠિયાઓ ઉઠાવી ગયા હતા. આ એકિટવાની ડિક્કીમાં ૨ લાખની રોકડ હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *