ગાંધીધામના બુટલેગર પાસેથી લાંચ લેતા ઝડપાયેલા હેડ કોન્સ્ટેબલને બે વર્ષની જેલ

Contact News Publisher

ગેરકાયદેસર ધંધો કરતા ગુનેગારો પાસેથી લાંચ લેતા પોલીસના હેડ કોન્સ્ટેબલને કોર્ટે બે વર્ષની સજા ફટકારતા કચ્છના પોલીસ બેડામાં હલચલ મચી ગઇ છે. ગાંધીધામની સ્પેશ્યલ એસીબી કોર્ટ દ્વારા વર્ષ ૨૦૦૮ ના સમય ગાળા દરમ્યાન બનેલા આ બનાવમાં હેડ કોન્સ્ટેબલ સુભાષપુરી રતનપુરી ગોસ્વામીને બે વર્ષની સજા સાથે ૫ હજારનો દંડ ફટકારાયો હતો.

ગત/૨૩/૬/૨૦૦૮ દરમ્યાન ગાંધીધામના વોન્ટેડ બુટલેગર ધર્મેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા અને અન્ય બે બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપાયા હતા તે દરમ્યાન તેમની ઉપર કેસ નહીં કરવા માટે દરમહીને ૧૦ હજારનો હપ્તો હે.કો. સુભાષપુરી એ માંગ્યા હતા. તે વાત પાંચ હજારમાં નક્કી થઈ હતી. જે સ્વીકારતી વખતે એસીબીના હાથમાં હે.કો. સુભાષપુરી ઝડપાયો હતો. આ કેસમાં સરકાર તરફે વકીલ એસ.જી રાણાએ ૭ મૌખિક સાક્ષીઓ અને ૨૧ દસ્તાવેજી પુરાવાઓ સાથે દલીલો કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *