આશા રાખું આવા સમાચાર ફરી ન બનાવવા પડે

Featured Video Play Icon
Contact News Publisher

વાત છે કાંડગરા ગામનાં દારૂ પ્રકરણની :
દુઃખ થાય છે આવા સમાચાર બનાવીને , પણ એમ થાય છે કે આ સમાચાર જોઈને હવે ની નવી પેઢી કંઈક નવું વિચારે , ભાઈ દબદબો દેખાડવો હોય તો ધંધા રોજગાર માં દેખાડો , સારી નોકરી કરીને દેખાડો , રાજકીય ક્ષેત્રે સારા કામ કરીને દેખાડો , આમ ઘરનાં રૂપિયાનો દારૂ પી ને પછી પોલીસ સ્ટેશનમાં ઊભા રહીને મીડિયા વારા ફોટા કાઢવા આવે એવા કામ ન કરો , એવું કામ કરો કે મીડિયા ગૌરવથી આપની સ્ટોરી બનાવે , સમાજને ગૌરવ થાય એવા કામ કરીએ , આવા સીન સપાટા મારવાથી કંઈ ન થાય .. ભજન , ડાયરામાં અને વરઘોડામાં ફાયરિંગ કરવાં , દારુની મહેફિલ કરવી , ખોટા ઝઘડામાં નાળિયેર બનવું , આવા કામમાં આપણે ઘણું ગુમાવ્યું ,હવે કંઇક કરી બતાવાનો સમય આવી ગયો છે,
કોઈનાં હથિયાર બનવા કરતાં ખૂદ પોતે ધારદાર બનીએ, સત્યને સાથ આપીએ અને ખોટાંનો પર્દાફાશ કરીયે..
બાપુ કોને કહેવાય , એની શું જવાબદારી હોય એ સમજવાનો સમય પાકી ગયો છે.
આશા રાખું કે આવા સમાચાર ફરી ભવિષ્યમાં ન મૂકવા પડે .
યાદ કરો એ વડીલોની કુરબાની અને બલિદાનને , યાદ કરો પ્રજા અને દેશ માટે શહીદ થયેલાં આપણાં વડવાઓને .
આવાં કામ સાચા રાજપૂત ને ના શોભે , ગમે તો share કરજો , ના ગમે તો મને કોલ કરી જે આપને કહેવું હોય તે કહેજો…

– જામ જયમલસિંહ એ.બી. જાડેજા
મા આશાપુરા ન્યુઝ.
ભુજ કચ્છ.
94287 48643
97252 06123
જય માતાજી
જય રાજપૂતાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News