બાલાસર-ધોળાવીરા માર્ગ પર હિટ એન્ડ રનના બનાવમાં બેના મોત

Contact News Publisher

રાપર તાલુકાના બાલાસર-ધોળાવીરા રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતના બનાવમાં બે બાઈક સવારના મોત નિપજ્યા હતા જ્યારે એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જાણવા મળતી વિગતો મુજબ આ બનાવમાં કલ્યાણપુરના રમેશ રામાભાઈ કોલી (ઉ.વ.ર૬) અને ચાંપારના કરશન મૂળજી ભીલ (ઉ.વ.ર૦)નો સમાવેશ થાય છે. હતભાગીઓ રાપરથી ખડીર બાઈક પર જતા હતા ત્યારે સામેથી આવતી જીપે ટક્કર મારતા બનાવ બનવા પામ્યો હતો. જીપ નંબર જી.જે.૧ર સી.પી. ૦૮૭રનો ચાલક નાસી છુટયો હતો. બનાવના પગલે પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી અને બન્ને હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સાંજે ૪ વાગ્યાના અરસામાં આ બનાવ બનવા પામ્યો હતો. બાલાસર પોલીસે જીપ ચાલક સામે ગુનો દાખલ કર્યો છે. આ બનાવમાં જગદીશ શંભુ ભીલને ઈજાઓ પહોંચી હતી.

1 thought on “બાલાસર-ધોળાવીરા માર્ગ પર હિટ એન્ડ રનના બનાવમાં બેના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *