કચ્છમાં પવનચક્કીએ લીધો વધુ એક પક્ષીનો ભોગ : મુન્દ્રા પાસે ઢેલનું મોત

Contact News Publisher

પવનચક્કીના કારણે કચ્છમાં ગૌચર જમીન, ખેતી લાયક જમીન તેમજ પક્ષી સૃષ્ટિનો ખો નીકળતો જાય છે. પણ, સંવેદનશીલ સરકાર કે વહીવટીતંત્ર હજીયે જડ હોય તેવી પરિસ્થિતિ છે. મુન્દ્રાના ભરૂડીયા ગામે રીન્યુ પાવર લિમિટેડની પવનચક્કીની વિજલાઈનમાં શોક લાગતા ઢેલનું મોત નીપજયું હતું.

ઢેલએ અનુસૂચિ એકમાં આવતું પક્ષી હોઈ તેના મોત અંગે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી વન વિભાગે હાથ ધરી છે. જોકે, આથી અગાઉ અબડાસા, લખપત તાલુકામાં પણ મોર ઢેલના મોત અંગે ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજા પવનચક્કીઓ સામે વિરોધ નોંધાવી ચુકયા છે. તો, ભુજ, અંજાર, મુન્દ્રા તાલુકામાં ગૌચર જમીનમાં પવનચક્કીઓ નાખવા અંગે ગ્રામજનો ફરિયાદ કરી ચુકયા છે. મોટાભાગના કિસ્સાઓમાં ફરિયાદ પછી પણ કોઈ કાર્યવાહી થતી નથી એ કડવું સત્ય હોઈ ઉદ્યોગોને પણ નિયમ ભંગ કરવાનું જાણે ફાવી ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *