ગાંધીધામની આ ૩૩મિલકતોને પાલિકા લેશે આડે હાથ

Contact News Publisher

ગાંધીધામ પાલિકાએ બાકી વેરા અંગે હવે સરખી લાલ આંખ કરી છે ત્યારે આગામી તા.20/3થી આવા બાકીદારોની મિલ્કત જપ્ત અથવા સીલ કરવામાં આવશે. એક કરોડ ઉપરાંતના વેરા બાકી છે તેવા 27 જેટલા મિલ્કતધારકોને પાલિકાએ વોરન્ટ જારી કર્યા હતા.

દરમ્યાન આજે પણ વોર્ડ 12-બીમાં પ્રશાંત હોટેલ, સેક્ટર 1-એમાં ગાયત્રી ફર્નિચર સહિત ૨૭ વોરન્ટ જારી કરાયા હતા. આ પાંચ મિલકત ધારકોના રૂા. 16,49,329 વેરા બાકી હોવાનું પાલિકાના સત્તાવાર સાધનોએ જણાવ્યું હતું.મિલ્કત,ગટર, પાણી, દીવાબત્તી અને સફાઈ વેરાની ભરપાઈ ન કરનારા મિલ્કતધારકોને અગાઉ બિલ બાદમાં નોટીસ અપાઈ હતી. અંતે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963ની વિવિધ કલમો હેઠળ વોરન્ટ જારી કરવામાં આવ્યા હતા. આ વોરન્ટ બાદ પણ જે લોકો બાકી વેરાની ભરપાઈ નહીં કરે તેવા મિલ્કતધારકોના પાણી, ભૂગર્ભ ગટરના જોડાણો કાપી નાખવામાં આવશે તથા અન્ય સુવિધાઓ પણ રદ્દ કરવામાં આવશે તેમજ જેને વોરન્ટ આપવામાં આવ્યા છે તેમ છતાં આવા લોકો વેરાની ભરપાઈ નહીં કરે તો આગામી તા.20/3થી આવા લોકોની મિલકત જપ્ત કરાશે અથવા સીલ કરવામાં આવશે તેવું પાલિકાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *