ફિલિપાઈન્સમાં ફસાયેલા કચ્છી-ગુજરાતી વિદ્યાર્થીઓને લઈને નાયબ મુખ્યમંત્રીએ આપ્યું મોટુ નિવેદન !

Contact News Publisher

કોરોના વાયરસને કારણે વિદેશમાં અભ્યાસ કરવા ગયેલા કચ્છ સહિત ગુજરાતનાં અનેક વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. મહામારી વચ્ચે ફિલિપાઈન્સમાં ગુજરાતી અને ભારતના અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ અનેક હાલાકીઓ નો સામનો કરી રહ્યા છે. હાલમાં ફિલિપાઇન્સની રાજધાની મનિલાને લોકડાઉન કરવામાં આવી છે. જેના કારણે ત્યાં રહીને એમબીબીએસના કચ્છી વિદ્યાર્થીઓને 19મી માર્ચના રાતના 12 વાગ્યા સુધી દેશ છોડી જવાની પરવાનગી આપી છે ત્યારબાદ ફિલિપાઈન્સના પાટનગર મનીલાને લોક ડાઉન કરવામાં આવશે.

ત્યારે ફિલિપાઇન્સમાં ફસાયેલ કચ્છી-ગુજરાતીઓ અંગે નીતિન પટેલે કહ્યું કે ફિલિપાઇન્સથી વિધાર્થીઓ પરત આવવા માંગે છે. ત્યારે અમે સમગ્ર મામલે મુખ્ય સચિવને વિદેશ મંત્રાલય સાથે વાત કરવાનુ કહ્યુ છે. અને વિદેશ મંત્રીએ પણ સ્પેશિયલ પ્લેન મોકલી અને તમામને પરત લાવવાની ખાતરી આપી છે. હાલ કચ્છી વિદ્યાર્થીઓ વાઈરસથી બચવા ઘરમાં પુરાઈ ગયા છે. બીજી તરફ બજારો પણ સંપૂર્ણપણે બંધ થતાં આવશ્યક ચીજવસ્તુઓની પણ તંગી સર્જાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *