સ્પીડબ્રેકરના કારણે ટ્રેઈલરો વચ્ચે ત્રીપલ અકસ્માત, ડ્રાઈવર કેબીનમાંજ ભુંજાયો

Contact News Publisher

રાપર તાલુકાના ગાગોદર પાસે ત્રણ ટ્રેઈલરો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્પીડબ્રેકરના કારણે બ્રેક મારતા ટ્રેઈલર પાછળ ટ્રેઈલર ઘુસી જતા બનેલી આ ઘટનામાં પાછળથી આવી રહેલા ટ્રેઈલરમાં આગ ભભુકી ઉઠી હતી, જેમાં રહેલા ચાલકને બહાર નિકળી ન શકતા અંદરજ ભડથું થઈ જતા અરેરાટી વ્યાપી હતી. પોલીસ ચોપડે ચાલકે મ્રુતક ચાલક વિરુદ્ધજ ગુન્હો નોંધ્યો હતો.

કેબીનનો ભાગ સંપુર્ણ રીતે કચડાઈ ગયો હોવાથી ઈજાગ્રસ્ત બનેલો ટ્રેઈલર એચઆર 63સી 1208ના ચાલક મુફદીનખાન આસીનખાન મુસલમાન તેમાંથી બહાર ન નિકળી શકતા આગમાંજ ભડથું થઈ ગયો હતો. સ્થાનિકોએ ફાયરબ્રીગેડને ફોન કરતા લાકડીયાનું અગ્નિશમન દળ આવીને બાજુના ત્રીજા ટ્રેઈલર પર પણ આંશીક રીતે લાગી ગયેલી આગને કાબુમાં લીધી હતી. ઘટનામાં મુશ્કેલીથી ભડથું થઈ ગયેલા ચાલકનો મ્રુતદેહ કાઢીને પીએમ માટે જામનગર મોકલવામાં આવ્યો હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. બેદરકારી પુર્વકની ડ્રાઈવીંગ માટે મ્રુતક ચાલક વિરુદ્ધજ ફરિયાદ દાખલ કરાઈ હતી. સ્પીડ બ્રેકરના કારણે અગાઉ પણ આજ સ્થળે અકસ્માત સર્જાઈ ચુક્યા છે ત્યારે વધુ એક વાર હાઈવે રક્તરંજીત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *