ડિસ્ટન્સ માટે દુકાનો આગળ એક મીટરના ચોકઠાઃ ફિલ્મ સ્ટાર ઋતિક રોશન કચ્છ પર આફરીન

Contact News Publisher

સુપ્રસિધ્ધ ફિલ્મી કલાકાર ઋતિક રોશન અને કચ્છ (વેસ્ટ) સૌરભ તોલંબીયા વચ્ચે રસપ્રદ કનેકશન સર્જાર્યુ છે જેની ચર્ચા માત્ર કચ્છ, ગુજરાત પુરતી સીમીત રહેવાને બદલે દેશભરમાં ચાલી રહી છે. તો ચાલો આખી વાત જાજી ઉત્કંઠા રાખ્યા વગર જણાવી દઇએ.

કોરોના વાયરસ સંદર્ભે લેવાની વિવિધ તકેદારીમાં એકબીજાથી એક મીટરનું ડિસ્ટન્સ રહે તે પર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ખાસ ભાર મુકી તેનો અમલ કરવાના પગલે લોકો જીવન જરૂરીયાતની વસ્તુઓ લેવા માટે દુકાને પહોંચે ત્યારે ડિસ્ટન્સનો અમલ થાય તે માટે કચ્છના એસપી સૌરભ તોલંબીયાએ મુંદ્રા પોલીસ સાથે ચર્ચા કરી અને દુકાનો આસપાસ એક મીટર દુરના ચોખંડા તૈયાર કરાવ્યા અને લોકો પણ આ ચોખંડામાં ઉભા રહે તેવું વાતાવરણ નિર્માણ કર્યુ હતું. દરમિયાન લોકોની જાગૃતી માટે લેવાયેલા આ પગલાની રાષ્ટ્રીય ચેનલ દ્વારા સુપ્રસિધ્ધ ફિલ્મ સ્ટાર ઋતિક રોશનને જાણ થતા જ તેઓ કચ્છ પોલીસની આવી કામગીરીથી ખુબ જ પ્રભાવીત થઇ ઉઠયા છે. તેઓએ ટવીટ દ્વારા જીવન જરૂરીયાતની વસ્તુઓની દુકાનો આગળ ચોખંડાના ફોટા મુકી દેશભરમાં આનો અમલ થાય તે માટે વડાપ્રધાન સહિત વિવિધ રાજયોના મુખ્યમંત્રીને અપીલ કરી છે. આમ કચ્છ વેસ્ટના એસપી સૌરભ તોલંબીયા ટીમની આવી દુરંદેશીની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *