કચ્છમાં ખેડૂતોના શિયાળુ પાકને બચાવવા માટે ખાતરનો ડેપો ચાલુ રાખવા માગણી

Contact News Publisher

કોવિડ-૧૯ના કારણે ખેડુતોની સ્થિતિ ફરી કફોડી બની છે. ગત વર્ષે અનેક કુદરતી આફતોમાં કિસાનોનો પાક સપડાયો હતો જેના કારણે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો. તો આ વર્ષે કમોસમી વરસાદ સાથે કોરોના થકી મુશ્કેલી ઉભી થઈ છે

લોકડાઉનના કારણે ખેડુતોનો ઉભો પાક મુરઝાઈ જાય તેવી સ્થિતિ ઉભી થાય તે પહેલા ખાતર ડેપો ચાલુ કરાય તેવી માંગણી કરાઈ છે. રાપરના ધારાસભ્ય દ્વારા આ અંગે કરાયેલી માંગણીમાં જણાવાયું છે કે, કચ્છના ખેડુતોની સ્થિતિ અત્યંત નાજુક બની છે. તાજેતરમાં કમોસમી વરસાદે નુકશાન વેર્યું છે તેમજ હાલની સ્થિતિમાં સમગ્ર કચ્છના ખેડુતોએ શિયાળું પાકની વાવણી કરેલી છે તેને બચાવવાની ખાસ જરૃરીયાત છે. લોકડાઉનના પગલે તમામ દુકાનો ,ખાતર ડેપોને તાળા મારી દેવાતા દવા અને ખાતર મળતા નથી. જેના કારણે શિયાળુ પાક પણ નિષ્ફળ જવાનો કિસાનોમાં ડર ઉભો થયો છે. ખેડુતો દ્વારા વાવણી થયેલા શિયાળુ પાકને જો સમયસર દવાઓ અને ખાતર નહીં મળે તો ફરી રોવાનો વારો આવશે . વર્તમાન સ્થિતિમાં જીવન જરૃરીયાતની ચીજોને પરમીશન આપવામાં આવી છે તે રીતે કચ્છના ખાતરડેપોને ખુલ્લા રાખવા છુટછાટ અપાય તેવી માંગણી કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *