લોકડાઉનનો ગેરફાયદો : ગાયોના ચારાના ભાવ એકાએક ડબલ

Contact News Publisher

વર્તમાનની લોકડાઉન પરિસ્થિતિમાં ચારો વેંચનારા લોકો ગેરફાયદો ઉઠાવીને એકાએક ભાવ ડબલ કરી દેતા માલાધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ચારો એકાએક મોંઘો થતા દુધના ભાવમાં વધારો કરવાની માલાધારીઓને ફરજ પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે સામાન્ય લોકો પર આર્થિકભારણ ન વધે તે માટે કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી ભાવમાં કાબુમાં લેવા તથા ચારાની વ્યવસ્થા કરાય તેવી માંગણી માલાધારીઓ દ્વારા કરાઈ છે.

લોકડાઉનના કારણે વાહનવ્યવહાર બંધ થઈ જતાં પશુઓનુ પાલન કરવામાં મુશ્કેલી ઉભી થવા પામી છે. એક તરફ દુધના વેંચાણમાં ઘટાડો નોંધાયો છે અને બીજી તરફ પશુઓ માટેના ચારાની કિંમતમાં અચાનક ભાવ વધારો કરવામાં આવતા માલધારીઓ કફોડી સ્થિતિમાં મુકાયા છે. જે ચારાની ગુણી રૃ.૮૦૦માં મળતી હતી તે આજે રૃ.૧૨૦૦માં વેંચાઈ રહી છે. જેના પરીણામે માલધારીઓ તેને ખરીદવા અસમર્થ બન્યા છે જેના કારણે પશુઓને પોષણક્ષમ આહાર મળી રહ્યો નથી. આ પરિસ્થિતિમાં ભુજના પશુપાલકોના સંગઠન ભુજ શહેર પશુ ઉછેરક માલાધારી સંગઠન દ્વારા આ મુદે કલેકટર સમક્ષ મુદો ઉઠાવાયો છે. આ વિકટ સ્થિતિમાં પરવડે એવા ભાવ કરાવવા તથા તંત્ર દ્વારા ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી મુકાઈ છે. જીવન આવશ્યક ચીજવસ્તુમાં દુધનો પણ સમાવેશ કરાયો છે ત્યારે શહેરમાં ચોક્કસ સ્થળે દુઘનું વેંચાણ કરવા માટે તંત્ર દ્વારા અનુમતિ આપવામાં આવે તેમજ આ વેંચાણ દરમિયાન અટકાયત ન કરાય તેવી જોગવાઈ કરવા રજુઆત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *