પાકિસ્તાનની ઘુસણખોરીના ઇનપુટ મળતા કચ્છ સરહદે એજન્સીઓ એલર્ટ

Contact News Publisher

કોરોના મહામારી વચ્ચે પણ પાકિસ્તાન તેને અવસર અને મોકો માનીને ભારતમાં ધુસીને નુકસાન કરવાના સપના અને પેતરા રસ રહ્યો છે. જમ્મુમાં ઘુસણખોરી મુશ્કેલ બનતા તેની નાપાક નજર શાંત રહેલ ગુજરાત સરહદે અરબસાગર પર પડી છે. કચ્છ સામેપાર ભારે હિલચાલ વચ્ચે હાલમાં ત્યાં એફ-16 અને આઇએફ-17 લડાકુ વિમાન પાકિસ્તાન સરહદમાં ઉડાઉડ કરે છે. એ વચ્ચે એજન્સીઓ દ્વારા આ માસમાં જ પાકિસ્તાન દરિયાઇ માર્ગે ઘુસણખોરી કરી શકે છે તે ઇનપુટ આવતા ગુજરાતની તમામ દરિયાઇ સરહદ એલર્ટ કરી દેવામાં આવી છે. અરબસાગરમાં કોસ્ટગાર્ડ, નેવી, બીએસએફ સહિતની એજન્સીઓ સતત પેટ્રોલીંગ કરે છે.

જમ્મુ સરહદે ઘુસણખોરી મુશ્કેલ બનતા પાકિસ્તાનની એજન્સીઓ બેચેન બની છે. જાણકારોનું માનીએ તો જમ્મુ સરહદ બાદ પાકિસ્તાન ગુજરાત સરહદને હુમલો અને ઘુસણખોરી માટે જમ્મુનો ઓપશન માને છે. માટે જ કચ્છ સરહદ સામેપાર પોતાની પાયાની સુવિધા ઉભી કરી લીધી છે. 02 પનડૂબી અને મોટા ભાગના પાક મરીનની કવાયત પણ અરબસાગરમાં જ કરવામાં આવે છે. કચ્છ સામેપાર પાકિસ્તાનની તમામ સુરક્ષા એજન્સીઓને મજબુત બનાવવામાં આવી રહી છે. કચ્છનો દરિયાઇ માર્ગ મોટા ભાગે ડ્રગ્સ સહિત ઝેરી પદાર્થો ઘુસાડવા ઉપયોગ કરાયા છે. મુંબઇ હુમલા વખતે કસાબ પણ આજ રસ્તેથી ગયો હતો અને છે કે મુંબઇ પહોચી જવામાં સફળ રહેતા ગુજરાત દરિયાઇ માર્ગને પાકિસ્તાન સેફ માની રહી છે. અને તેના પર જ કામ કરતા નાપાક નજર અને ઘુસણખોરીના ફિરાકમાં છે. ઇનપુટ આપવા બીએસએફએ ક્રિકમાં પેટ્રોલીંગ મજબુત કરી છે તો ઓપન સિલમાં કોસ્ટગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ પણ સતર્ક જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News