કચ્છમાં લગ્નો મોકૂફ રહેતા કેટરર્સ, ડેકોરેટર્સ અને બેન્ડવાળાને લૉકડાઉનનું ગ્રહણ

Contact News Publisher

કોરોના સંક્રમણને રોકવા જાહેર કરવામાં આવેલા લોકડાઉનને કારણે કચ્છમાં મંડપ સર્વિસ, કેટરિંગ, લાઇટિંગ, સાઉન્ડ, બેન્ડ વગેરે વ્યવસાયીઓની સિઝન નિષ્ફળ ગઇ છે. લગ્ન પ્રસંગ, ધાર્મિક પ્રસંગ, સગાઇ સહિતના કાર્યક્રમો રદ થતા કચ્છી વ્યાપારીઓને કરોડોની ખોટ ગઇ છે. રાજ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ વ્યવસ્યામાં જોડાયેલા ૨.૫ લાખ

લોકો બેરોજગાર બની ગયા છે.

કચ્છમાં કોરોના કેર વચ્ચે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. લોકડાઉનના પગલે ધંધા-ઉદ્યોગ પર માઠી અરસ પડી છે. શહેરમાં તમામ લગ્નો સહિતના શુભ પ્રસંગો અને ધાર્મિક કાર્ય

ક્રમો કેન્સલ થયા છે તેથી, મંડપ સર્વિસ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, કેટરિંગ અને બેન્ડવાજાવાળાને અંદાજિત એકાદ કરોડનું નુકસાન થવા પામ્યું છે અને કચ્છ જીલ્લામાં અનેક સ્થાનિકો બેરોજગાર થતાં આર્થિક હાલત કફોડી થયી જવા પામી છે. શિયાળા અને ઉનાળાની સિઝનમાં આખા વર્ષની કમાણી કરતા મંડપ સર્વિસ, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને બેન્ડવાજાવાળાની સિઝન નિષ્ફળ જતા તમામ ઓર્ડર કેન્સલ થયા છે. લોકોને ડિપોઝિટ પણ પાછી આપવી પડી છે. છેલ્લા ૨૦ વર્ષથી મંડપ સર્વિસના વ્યવસાય સાથે સંકળાયેલા કચ્છી વ્યાપારીએ જણાવ્યું કે ઉનાળામાં લગ્નો ઉપરાંત ભાગવત કથા, સપ્તાહ, પારાયણ,

સત્સંગ સહિતના કાર્યક્રમો યોજાય છે. તમામ કાર્યક્રમ રદ થયા છે. જેના કારણોસાર આર્થિક રીતે મોટી ખોટ સહન કરવાનો વારો આવ્યો છે.
કોરોનાના કેર વચ્ચે લગ્નની શરણાઇ મૂંગી થઇ છે. બેન્ડવાજાના વ્યવસાય સાથે સંકળાયેલા અનેક લોકો હાલમાં લગ્ન પ્રસંગો બંધ રહેતા બેકાર બની ગયા છે. આખા વર્ષની કમાણી માત્ર લગ્ન પ્રસંગોમાંથી કરતા કચ્છના આ કલાકારો હાલમાં અન્ય વ્યવસાયો તરફ્ વાળવા લાગ્યા છે. કોઈપણ લગ્ન પ્રસંગ બેન્ડવાજા અને ઓરકેસ્ટ્રા વગર અધૂરા રહે છે. હાલમાં કોરોનાના કારણે લગ્ન સાદાઈથી પતિ જતા હોવાથી ઓરકેસ્ટ્રા અને બેન્ડ વાજાના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો ભારે આર્થિક મંદીમાં સપડાયા છે. બેન્ડવાજાના કલાકારો માટે દિવાળી બાદ ઉનાળામાં સિઝનનાં હોય છે. આખા વર્ષની કમાણી આ લોકો બે સિઝનમાં કરી લેતા હોય છે પરંતુ, લોક ડાઉનને લઈને ઉનાળાની સિઝન નિષ્ફળ ગઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *