આપ જે દૂધ અને ઘી નો ઉપયોગ કરો છો , એનાં વિશે આપ જાણો છો ?

Contact News Publisher

Happy Sunday🙏🏼💐

આપ જે દૂધ અને ઘી નો ઉપયોગ કરો છો , એનાં વિશે આપ જાણો છો ?

આજનો માનવી જ્યાં ધ્યાન રાખવાનું છે એનાં કરતાં અન્ય નજીવી બાબતે વધુ ધ્યાન રાખે છે .
આજનાં ફેશન યુગમાં રહેણી કરણી અને બહારી દેખાવામાં વ્યક્તિ જેટલું વિચારે છે, એટલો વિચાર પોતાની ખાણી પીણી માં કરે છે કે કેમ એ વિચારવા જેવું છે.
આપણાં વડીલો લાબું આયુષ્ય અને એ પણ નિરોગી રીતે પસાર કરતાં, કારણ હતું એમની ખાણી પીણી, શું ખાવું અને શું પીવું એનાં વિશે આપણાં અભણ વડીલો આજનાં ભણેલા લોકો કરતાં વધારે જાણતાં હતાં.
આપણું રસોડું જ એક ઔષધાલય હતું , આજે પણ ગુજરાતનાં આરોગ્ય સચિવ કોરોના સામે લડવા માટે Yellow Milk 😃 ( હળદર વારું દૂધ) પીવાની સલાહ આપે છે , થોડું આ વિશે વિચારજો.
આજ નહીં તો કાલ આપણે આપણાં રસોડામાં ધ્યાન દેવું જ પડશે.
અનાજ , શાકભાજી , ફળ , ઘી , દૂધ , મસાલા જેવી દરેક બાબતે ધ્યાન દેવાનો સમય પાકી ગયો છે.
આપણો દેશ ખેતી અને પશુ5આધારિત દેશ છે , અફસોસની વાત એ છે એ બંને ક્ષેત્રને આપણે કોરાણે મૂકી દીધા છે , અને પોતાને આધુનિક ગણતો આજનો માનવી જોવા જઈએ તો પછાત થઈ ગયો છે.
ખાલી મોંઘી કાર , મોટાં બંગલા, અને બ્રાન્ડેડ વસ્તુઓ તમને બચાવી શકશે એ વાતમાં માલ નથી ,
ભૂકંપ પહેલાંની જી.કે. જનરલ હોસ્પિટલમાં અંદર પ્રવેશતાં જ એક સૂત્ર મેં વાંચેલું –
“સર્વે ભવંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયાઃ | ”
જુઓ વાત અહીં પણ સુખી થવાની અને નિરોગી રહેવાની છે.
અફસોસની વાત એ પણ છે કે આજે એ સૂત્ર જી.કે. જનરલ હોસ્પિટલમાં નથી .
ખેર જવાદો , આપણે શરૂઆત કરીએ આપણાં થી જ,
સ્વ બદલે તો સર્વસ્વ બદલે એ સૂત્ર આપણે આપણાં રસોડામાં અદૃશ્ય રીતે લગાડી દઈએ.
ઓર્ગેનિક ખેતીનાં જ અનાજ , ફળ અને શાકભાજી ખાવા જોઈએ.
દેશી અને કાંકરેજ ગાય નું જ દૂધ અને ઘી ઉપયોગમાં લેવું જોઈએ.

દેશી અને કાંકરેજ ગાય

આજે ગૌશાળામાં અને તબેલામાં જર્સી ગાય અને ભેંસ વધુ જોવા મળે છે,
પહેલી વાત જર્સી એ કોઈ ગાય નથી, એની ઉપર ખૂંધ ના હોય એ ગાય નથી.

જર્સી જનાવર

જર્સી વિદેશમાં મનુષ્ય દ્વારા બે અલગ અલગ જનાવર થી પેદા કરાયેલી નસલ છે.

જર્સી કૂદરતી જીવ નથી.
જો તમારાં બાળકોને મેઘાવી અને બુદ્ધિશાળી બનાવવા હોય , અને તમને નિરોગી રહેવું હોય તો દેશી અને કાંકરેજ નસલની આપણી ગાયનું જ દૂધ અને ઘી નું સેવન કરવું પડશે.
જર્સી જનાવર એક ટાણે 8 થી 10 લિટર દૂધ આપે , અને દેશી ગાય એક ટાણે 3 થી 4 લિટર દૂધ આપે.
હવે આપ ભણેલાં અને ગણેલાં છી એટલે હિસાબ લગાડી શકશો કે કોઈ તબેલામાં કે ગૌશાળામાં દેશી ગાય રાખશે કે જર્સી જનાવર?
જો તમે ગણતરીમાં સ્માર્ટ છો તો ઓલ્યો માલધારી પણ સ્માર્ટ જ છે , ખોટનો ધંધો એ પણ નહીં કરે, એને રૂપિયા થી મતલબ છે ,તમારાં આરોગ્ય સાથે નહીં.
કોઈ “સાચા” ડૉક્ટર કે આપણાં વડીલોને પૂછી લેજો , કે શેનું દૂધ પીવું અને કયું ઘી ખાવું ?

ગીર ગાય

બજારમાં આજે અનેક કમ્પનીનાં સારી પેકિંગમાં ઘી મળે છે, આપને ખબર હશે, અને ખબર ન હોય તો વડીલોને પૂછી લેજો કે એક કિલો ઘી માં કેટલાં લિટર દૂધ જાય?
1 કિલો ઘી માટે 28 થી 30 લિટર દૂધ વપરાય છે, જો દૂધનો ભાવ 50 રૂપિયા હોય તો ઘી 1500 રૂપિયે મળવું જોઈએ , અને જો એ 600 રૂપિયે બજારમાં મળે છે તો કંઈક ગરબડ છે.
જો દૂધ 45 રૂપીએ લિટર હોય તો 45 x 28 = 1260 માં એક કિલો ઘી મળવું જોઈએ.
પણ આપણે બજારના 1000 રૂપિયાનાં પીઝા અને બહારનું ખાવાનું પેટમાં નાંખી દેશું , પણ કોઈ ઘી નાં 1200 માંગશે તો મોંઘુ લાગશે.
શાકભાજી માં ભાવતાલ કરતી આજની ગૃહિણી પોતાને સ્માર્ટ ભલે સમજતી હોય , પણ બ્રાન્ડેડ નાં નામે એ છેતરાઈ ને મૂર્ખ સાબિત થઈ રહી છે.
જેનાં કારણે મને દેશી અને કાંકરેજ ગાય રાખવાની પ્રેરણા મળી એ કુકમા શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટનાં મનોજભાઈ સોલંકી , દેશી ખાન પાનનાં વિક્રેતા “સત્વમ” નાં માલિક શાંતિલાલભાઈ સેંઘાણી, નર્મદા ગૌશાળા ખંભરા નાં દિપકભાઈ પટેલ, અંજાર શ્રી નીલકંઠ ગૌશાળા નાં મેઘજીભાઈ પટેલ અને કૈયારી લખપત નાં લાલ પાઘડી રબારી માલધારીઓ, પિંગલેશ્વર ગૌશાળાની ક્યારેક મુલાકાત લેજો તો ખબર પડશે કે સાચા દૂધ અને ઘી કોને કહેવાય ?
હાલ જે આપણાં રસોડે ઉપયોગ માં લઈએ છીએ એ સાચા દૂધ અને ઘી છે કે કેમ એ તમારાં વડિલને કે કોઈ ગામડાંનાં જાણકાર વ્યક્તિને પૂછી લેજો.

અંતમાં આપણે એ પણ સમજવું પડશે કે આજનો માલધારી જર્સી તરફ શા માટે વળ્યો છે ? એની પાછળ પણ જવાબદાર આપણે જ છીએ , જ્યાં સુધી આપણે આપણી જ ગાયનાં દૂધ અને ઘી નું મહત્વ અને કિંમત નહીં સમજીએ તો કોઈ તબેલા વારો કે ગૌશાળા સંચાલક ખોટ ખાઈને તમારી સેવા કરવા બંધાયેલો નથી.

આપણે જ આપણી નસલની કદર કરવી પડશે , અન્યથા આપણે અને આપણી આવનારી પેથી એનાં માઠા પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

બસ અત્યારે આટલું જ ,
ફરી મળશું કોઈ નવાં વિષયને લઈને.

-જામ જયમલસિંહ એ.બી. જાડેજા,
94287 48643
97252 06123

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News