‘કાર્યાલય પાટીયું લટકાવી દે એવું ના જોઈએ પણ..’, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સૂચક નિવેદન

Contact News Publisher

રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કડીમાં સૂચક નિવેદન આપ્યું છે. મહેસાણાના કડીમાં ભાજપના મધ્યસ્થ કાર્યાલયના શુભારંભ પ્રસંગે નીતિન પટેલે નિવેદન આપ્યું કે, મુસલમાન હોય તે ભલે વોટ ન આપે પણ મારા ઘરે ચા પીધા વગર ન જાય. હું 20 વર્ષ મંત્રી રહ્યો પણ ગાંધીનગરના બંગલે નથી રહ્યો કડીથી અપડાઉન કરતો હતો.

’20 વર્ષ મંત્રી રહ્યો, બંગલે નથી રહ્યો’
નીતિન પટેલે કહ્યું કે, 20 વર્ષ મંત્રી રહ્યો પણ 10 દિવસથી વધુ ગાંધીનગરના બંગલે નથી રોકાયો, મને કંઈ દોડા દોડીનો કે, પેટ્રોલ બાળવાનો શોખ ન હતો. પરંતુ કાર્યકરોનું કામ ઘરે બેઠા ખર્ચા વિના થઈ શકે તે માટે હું કડી આવતો હતો. આ સાથે તેમણે કહ્યું કે, 20 વર્ષમાં લાખો કાગળ મને રજૂઆતના મળ્યા અને લાખો જવાબ મેં આપ્યા છે. હું જ્યારે સરકારમાં ધારાસભ્ય હતો ત્યારે કડી રહેતો હતો. મારી ઘરવાળીએ અત્યાર સુધી 1 લાખ કપ ચા બધાને પીવડાવી હશે.

‘કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય’
તેમણે ઉમર્યું કે, કાર્યાલયનું પાટીયું લટકાવી દે એવું ના જોઈએ, કાર્યકરોના કામ પણ થવા જોઈએ. કામ કરે એનું નામ કાર્યાલય કહેવાય.  હારતા, જીતતા કે સરકાર બન્યા બાદ પણ આપડે કાર્યાલય બનાવ્યા છે.