‘400 પાર જશે જા..’ ભૂવાજીની ભવિષ્યવાણીથી ચૂંટણી જીતી શકાય? ડૉ.સી.જે.ચાવડાનો વેણ-વધાવો ચર્ચામાં

Contact News Publisher

ભાજપના દિવંગત નેતા અને મોદી સરકારમાં મંત્રી રહેલા અનંત કુમારે એક ઈન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે અમે કોઈને હરાવતા નથી પણ લોકો અમને જીતાડે છે. આ વાતનો સંદર્ભ એટલા માટે બાંધ્યો કારણ કે પોતાની જીત માટે લોકોના મત ઉપર આશા રાખનારા નેતા જીત માટે ભુવાજીના શરણે પહોંચ્યા છે. વાત મહેસાણાની છે કે જ્યા દેવીપુરા ગામમાં સધી ધામ છે અને ત્યાં માતાજીના ભુવા પાસે ભાજપના બંને નેતાઓ પહોંચી ગયા હતા. એક નેતા છે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અને વિજાપુર વિધાનસભાના ભાજપના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડા અને બીજા નેતા છે મહેસાણા લોકસભાના ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ. અહીં વ્યક્તિગત આસ્થા સામે ટીકા ટિપ્પણ કરવાનો અર્થ રહેતો નથી પણ નેતાઓ ભુવાજી સામે ધૂણે તો જનતા ઉપર તેની શું અસર થાય તેનો વિચાર જાહેરજીવનની જવાબદાર વ્યક્તિ તરીકે નેતાએ કરવો જ રહ્યો. આવો વિચાર નેતાઓ કરે છે ખરા?

નેતાજી ભુવાજીના શરણે
ચૂંટણી જીતવા માટે નેતાઓ ભુવાજીના શરણે પહોંચ્યા છે. નેતાઓ ભુવાજીની ભવિષ્યવાણી માની રહ્યાં છે. કોઈ નેતા ચૂંટણીપ્રચાર ગાયની પૂજા કરીને શરૂ કરે છે. સવાલ એ છે કે નેતાને ચૂંટણી કોણ જીતાડે? નેતાના કામ બોલતા હોય તો ભુવાજીને બોલવાની શું જરૂર?

નેતાઓ ચર્ચામાં કેમ?
મહેસાણાના સધી ધામ દેવીપુરામાં ભાજપના બે નેતાઓ પહોંચ્યા છે. ડૉ.સી.જે.ચાવડા અને હરિભાઈ પટેલ દેવીપુરાના દીપા માતાના ભુવાજી પાસે ગયા છે. ડૉ.સી.જે.ચાવડાને ભાજપે વિજાપુર બેઠકથી ટિકિટ આપી છે. હરિભાઈ પટેલને મહેસાણા લોકસભામાંથી મેદાને ઉતાર્યા છે. ભુવાજીએ ભાજપની જીત અંગે ભવિષ્યવાણી કરી છે. ધૂણતા ભુવા પાસે નેતાઓ હાથ જોડીને બેઠા હતા.

Exclusive News