ખેડામાં બે પત્નીઓ હોવા છતાં ટીચરે ત્રીજી સાથે લફરુ કર્યું, પરણવાની તૈયારીમાં હતો ત્યાં… રંગીન કિસ્સો

Contact News Publisher

ગુજરાતનું ખેડા છેલ્લા કેટલાક સમયથી ખોટા કારણોસર ખૂબ ચર્ચામાં રહે છે. હવે એક પરિવારમાં બનેલી ઘટનાએ લોકમાં ભારે રમૂજ ફેલાવી છે. કોઈ આવું પણ કરી શકે તેની પણ કલ્પના ન થઈ શકે પરંતુ કહેવાય છે ને કળિયુગમાં કંઈ પણ શક્ય છે, ન થાય તો નવાઈ નહીં. કઠલાલમાં 58 વર્ષીય એક શખ્સે બે પત્નીઓ હોવા છતાં પણ ખાનગીમાં ત્રીજી સાથે લફરુ કર્યું અને તેને લિવ ઈન પાર્ટનર બનાવી પરંતુ તેનો ભાંડો ફૂટી જતાં પરિવારમાં ભારે હોબાળો મચ્યો હતો. વિરોધ ઉઠાવવા પર પતિએ બન્ને પત્નીઓ પર હુમલો કરીને મારઝૂડ કરી હતી અને તેથી બન્ને પત્નીઓએ પોલીસમાં ફરિયાદ લખાવી છે.

છોકરા માટે બીજા લગ્ન કર્યાં
બન્ને પત્નીઓએ ફરિયાદમાં એવો આરોપ લગાવ્યો છે કે 18 વર્ષનો હતો ત્યારે તેના પતિના 15 વર્ષની છોકરી સાથે લગ્ન થયાં હતા. છ વર્ષના લગ્નજીવનમાં સંતાનમાં તેમને બે છોકરીઓ આવી હતી, હવે પતિને છોકરો જોઈતો હતો અને તેથી તેણે પહેલી પત્ની પર દબાણ કરીને તેને સમજાવી કે તેણે છોકરા માટે બીજા લગ્ન કરવા પડશે. મારઝૂડ કે બીજા પ્રકારે તેને સમજાવવામાં આવી. તેને ત્યાં સુધી કહેવામાં આવ્યું કે તે કદી પણ છોકરો પેદા નહીં કરી શકે અને આખરે પતિએ તેને બીજા લગ્ન માટે મનાવી લીધી.

પહેલી પત્નીને છૂટાછેડા આપ્યાં વગર લગ્ન
2000માં પહેલી પત્નીને છૂટાછેડા આપ્યાં વગર તેણે બીજા લગ્ન કરી લીધાં અને બીજી પત્નીથી તેને એક છોકરી અને છોકરો થયા. બધા સાથે મળીને સુખેથી રહેતાં હતા. બન્ને પત્નીઓને તો એવું જ હતું કે તેમનો પતિ તેમને ખૂબ પ્રેમ કરે છે પરંતુ તેઓ અંધારામાં રહી, હકીકતમાં તેને હવે ત્રીજી છોકરી સાથે લફરુ થયું હતું અને ખાનગીમાં તેને લિવ ઈન પાર્ટનર બનાવી રાખી હતી. બન્ને ખાનગીમાં મળતાં પણ હતા પરંતુ આ દરમિયાન બીજી પત્નીને વહેમ પડી જતાં તેણે વોચ રાખી અને આખરે પતિને લિવ ઈન પાર્ટનર સાથે પકડી પાડ્યો અને ત્યારે તેમણે ખબર પડી કે તેમનો પતિ લફરાબાજ છે.

Exclusive News