કચ્છની જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં ૧૦૦૦થી વધુ બાળકોના મોત..

Contact News Publisher

કચ્છની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ અદાણી જી.કે. જનરલનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજયો હતો. કચ્છના રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાએ વિધાનસભા ગૃહમાં કચ્છની જી.કે. અદાણી હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષમાં સારવાર દરમ્યાન થયેલા બાળકોના મોતનો લેખિત પ્રશ્ન પૂછ્યો હતો. જેનો પ્રત્યુતર આપતા રાજ્યના આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી માં ૧૦૧૮ બાળકોના મોત નિપજ્યા છે. વર્ષ વાર અદાણી જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા બાળકોની સંખ્યા ૨૦૧૪-૧૫ મા ૧૮૮, ૨૦૧૫-૧૬ મા ૧૮૭, ૨૦૧૬-૧૭ મા ૨૦૮, ૨૦૧૭-૧૮ મા ૨૭૬ અને ચાલુ વર્ષે ૨૦૧૮-૧૯ મા અત્યાર સુધીમાં ૧૫૯ બાળ દર્દીઓના અલગ અલગ રોગોની સારવાર દરમ્યાન જુદા જુદા કારણોસર મોત નિપજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *