વડોદરામાં આઈસર અને ટ્રેલરનો ધડાકાભેર અકસ્માત, લગ્ન પ્રસંગમાં જતાં 29 લોકોને ઈજા, મોતની પણ આશંકા

Contact News Publisher

વડોદરાનાં સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 29 જેટલા લોકો ઘાયલ થયા છે. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વડોદરાનાં સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાતા 29 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતા આઈસરનો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે એએસજી હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે આ સમગ્ર મામલે પોલીસે ઘટનાં સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે.

Exclusive News