ગઢશીશામાં શિવરાત્રી ધર્મ સભામાં અસામાજિક તત્વોનો કાંકરીચાળો

Contact News Publisher

કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગઢશીશા ગામે મહાશિવરાત્રીનાં પર્વ નિમિત્તે આજે ધર્મ સભા દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરાયો હોવાની વિગતો બહાર આવી છે.

આજે કચ્છભરમાં મહાશિવરાત્રીનો પર્વ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો , પરંતુ ગઢસીસા ગામે મહાશિવરાત્રિની ધર્મસભા દરમિયાન અમુક અસામાજિક તત્વો દ્વારા કાંકરીચાળો કરાયો હતો ,લોકો એકઠા થઈ ગયા હતા.

માંડવી પોલીસ સ્ટેશનનાં  ઇન્સ્પેક્ટર જલુ સાહેબ માંડવી થી ગઢશીશા રવાના થઇ ગયા છે હાલ આ અહેવાલ 10:00 વાગ્યે રજૂ થઈ રહ્યો છે ત્યારે  ત્યાં પરિસ્થિતિ કાબૂમાં હોવાનું જણાવ્યું છે .

મા આશાપુરા ન્યૂઝ ના માંડવી પ્રતિનિધિ પરેશ જોશીએ પીઆઇ જલુ સાહેબ સાથે ટેલિફોનિક વાત કરતાં તેમણે પરિસ્થિતિ કાબુમાં હોવાનું જણાવ્યું હતું જલુ સાહેબ ગઢસીસા પહોંચ્યા એ પહેલા મા આશાપુરા ન્યૂઝ ટીમને અલગ-અલગ અફવાઓના અને અલગ-અલગ મેસેજ whatsapp માં મળ્યા હતા ત્યારે એની ખરાઈ કરવા માટે મા આશાપુરા ન્યૂઝ ના પ્રતિનિધિ પરેશ જોશીએ ગઢસીસા પીએસઆઇ જાડેજા સાહેબને ટેલિફોન ઉપર વાત કરી હતી ,તો જાડેજા સાહેબ સાથે શું વાત થઈ હતી સાંભળીએ આ ઓડિયો ક્લિપ.

કચ્છમાં ખાસ કરીને દરેક ધર્મના દરેક સમાજના તહેવારો ભાઈચારાથી ઉજવાય છે ત્યારે આવા કાંકરીચાળા કયારેય પણ સાંખી ન લેવાય, પણ ઘટના બને છે ત્યારે એના મૂળમાં પણ અમુક ઘટનાઓ હોતી હોય છે, ત્યારે આ કાંકરીચાળો થયો છે એ ઘટના ખૂબ નિંદનીય છે પરંતુ આ કાંકરીચાળો થયો છે એના મૂળમાં શું ઘટના છે એ પણ તપાસનો વિષય છે .

હાલ સમગ્ર પરિસ્થિતિ હાલ પરિસ્થિતિ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું છે . અને કોઈએ પણ ખોટી અફવાઓ ન ફેલાવવા પણ પોલીસે સ્પષ્ટપણે કહ્યું છે.

મા આશાપુરા ટીવી સમાચાર ,

માંડવી પ્રતિનિધિ પરેશ જોષી

– મા આશાપુરા ન્યુઝ ,
કચ્છીયત ટીવી સમાચાર ,
YouTube : maa news live .
Website : www.maashapuranews.com

Email : jaymalsinhjadeja@gmail.com
#maanews ,
Whatsapp :
94287 48643 માહિતી માટે.
97252 06127 સમાચાર મોકલવા માટે .
97252 06136 “મા ન્યુઝનાં” ગ્રુપમાં જોડાવા માટે.

97252 06131 / 32 જાહેરાત માટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *