ભુજ નગરપાલિકાનાં કાઉન્સિલર દિલીપ પી. હડિયા – ચેરમેન ડ્રેનેજ કમિટીએ ઉપવાસ ઉપર ઉતરવાની આપી ચીમકી

Contact News Publisher

ભુજ નગરપાલિકાનાં ડ્રેનેજ કમિટીનાં ચેરમેન દ્વારા ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી અપાઈ હોવાનો પત્ર વાયરલ થયો છે.

વિષય : અમોએ કરેલ તા.૨૪.૧.ર૦ર૦ ની અરજીના અનુસંધાને

જ્ય ભારત સાથે જણાવવાનું કે, અમોએ આપ સાહેબશ્રી પાસે તા.૨૪.૬.૨૦૨૦ના કરેલ અરજી મુજબ તા.૨.૭.૨૦૨૦ ના ૧ર કલાક બપોર સુધી અમોએ માંગેલ માહિતી જો આપવામાં નહિ આવે તો અમોને તા.૩.૭.૨૦૨૦ ના રોજ ભુજ નગરપાલિકા કચેરી મધ્યે પ્રતિક ઉપવાસ ઉપર ઉતારવા ની ફરજ પડશે .

તો આપ સાહેબશ્રી ને અનુરોધ છે કે અમોને તા.૨.૭.૨૦૨૦ ના રોજ બપોરે ૧૨ કલાક સુધી લેખિત જાણ કરવા વિનંતી. જો અમોને માહિતી મળી જશે તો અમો પ્રતિક ઉપવાસ ઉપર નહિ ઉતરિયે ,અને જો માહિતી નહિ મળે તો તા.૩.૭.૨૦૨૦ ના રોજ મને ડ્રેનેજ કમિટી ચેરમેન દિલીપ પી હડિયા આપની કચેરી ની સામે પ્રતિક ઉપવાસ પર ઉતારવાની ફરજ પડશે..

કાઉન્સીલર ભુજ નગરપાલિકા, ભુજ

(દિલીપ પી હડિયા)

ચેરમેન ડ્રેનેજ કમિટી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News