ભુજના 50 જેટલા પંટરીયા બુકીઓ પર પોલીસની રહેશે બાજ નજર

Contact News Publisher

આઇપીએલ શરૂ થઇ ગઇ છે ત્યારે ક્રિકેટ મેચ પર લાખો રૂપીયાનો સટ્ટો રમાઇ રહ્યો છે. મોટા બુકીઓ ભારત મુકી બહાર ચાલ્યા ગયા છે ત્યારે કામગીરી દેખાડવા માટે ભુજના 50થી વધુ નાના-નાના પંટરીયા બુકીઓ પર પોલીસ બાજ નજર રાખી બેઠી છે. એક તરફ પોલીસે કેસ શોધવાની હોડ લગાવી છે તો બીજી તરફ બુકીઓ પણ શાતીર છે જે દરરોજ નવી નવી જગ્યાએ બેસીને સટ્ટો રમાડી રહ્યા છે.

ભુજમાં દરરોજ લાખો રૂપીયાની ક્રિકેટ મેચ પર હારજીત થાય છે અને બીજા દિવસે સવારે વહીવટ કરવામાં આવે છે. દરેક બુકીની જગ્યા અલગ અલગ હોય છે. મોટા બુકીઓ તો દેશ મુકી દુબઇ નાસી ગયા છે ત્યારે ભુજમાં મોબાઇલ એપમાંથી તેમજ ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમાડતા 50થી વધુ નાના-નાના બુકીઓ દરરોજ નવી નવી જગ્યાએ રમાડતા હોય છે. મોટા બુકીઓ નાસી ગયા હોવાથી પોલીસ પોતાની કામગીરી દેખાડવા માટે કેશ શોધવાની ફીરાકમાં જ હોય છે. એલસીબી, એ અને બી-ડિવિઝન પોલીસે પોતાના વિસ્તારમાં બાતમી મેળવી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બુકીઓ પર ચાંપતી નજર રાખી બેઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *