કચ્છની ખારેકની દેશ-વિદેશમાં છે ડિમાન્ડ, 18 હજાર હેક્ટરમાં થયું ખારેકનું વાવેતર

Contact News Publisher

કચ્છમાં કેરી બાદ ખારેકનું ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થાય છે. રણપ્રદેશમાં બાગાયતી પાકોનું ઉત્પાદન કરીને કચ્છ અર્થતંત્રમાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કચ્છની જમીન ખારેકના પાકને અનુરૂપ હોવાથી છેલ્લા ઘણા સમયથી ખારેકની ખેતી કરવામાં આવે છે.

કચ્છની કેસર કેરીની જેમ સુકોમેવો એવી કચ્છની ખારેકની દેશ-વિદેશમાં પણ ભારે ડિમાન્ડ રહે છે. કચ્છમાં સતત ખારેકનું વાવેતર અને ઉત્પાદન વધી રહ્યુ છે. ત્યારે કચ્છની કેસર કેરીની જેમ ચાલુ વર્ષે કચ્છની ખારેકના પણ સારા ભાવ મળવાના ખેડુતોની આશા છે. કચ્છમાં ચાલુ વર્ષે 1.70 લાખ ટન ખારેક ઉત્પાદનનો અંદાજ છે.

ગુજરાતમાં ખારેક ઉત્પાદનનું કચ્છ હબ બની રહ્યુ છે અને કચ્છની ખારેકની દેશ-વિદેશમાં ડીમાન્ડ રહે છે. જાડી-છાલ અને મીઠાશની કારણે કચ્છની ખારેક લોકો ખુબ પસંદ કરે છે ત્યારે ચાલુ વર્ષે કેરીની જેમ ખારેકની પણ બજારમા ભારે ડીમાન્ડ સાથે ખેડુતોને સારા ભાવ મળવાનો આસાર છે. કચ્છમાં 18,000 હેક્ટર વિસ્તારમાં ખારેકનું વાવેતર થાય છે.

જેમાં ચાલુ વર્ષે 1.70 લાખ મેટ્રીક ટન ઉત્પાદનનો અંદાજ છે. જાપાન,સીંગાપુર,યુ.કે સહિતના દેશોમાં કચ્છની ખારેકની નિકાસ વધુ છે ત્યારે ચાલુ વર્ષે જો વરસાદ બહુ નહી પડે તો ખેડુતો કેરીની જેમ ખારેકમાં પણ સારુ વળતર મેળવશે. કચ્છની ખારેકની વિશેષતા ધણી છે તેને જો યોગ્ય પ્રચાર અને માર્કેટ મળે તો હજુ પણ કચ્છના ખારેક પકવતા ખેડુતોને ફાયદો મળે તેમ છે

નોંધનીય છે કે, આરોગ્ય અને સ્વાસ્થ્ય માટે પણ કચ્છની ખારેક ખુબ વખણાય છે. તેથી માત્ર ભારતમાં જ નહી પરંતુ દુનિયાના અનેક દેશોમાં કચ્છી ખારેકની નિકાસ થાય છે. ચાલુ વર્ષે કોરોનાને કારણે કદાચ વિદેશમાં નિકાસ પર અસર પહોચે તેમ છે , પરંતુ સ્થાનીક માર્કેટમાં કચ્છની કેરીની જેમ જ કચ્છની ખારેકની પણ મોટી માંગ રહેશે તેવી ખેડુતોને આશા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *