કચ્છમાં ધો.૧માં પ્રવેશ માટે રપ જૂનથી પ જુલાઈ સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન

Contact News Publisher

ધો. ૧માં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો માટે ગુજરાત આરટીઈ હેઠળ સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયા ચાલુ કરી દેવાતા તા. રપ જુનથી આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા અરજી કરી શકે છે. આ માટે કચ્છનું શિક્ષણ તંત્ર પણ સજ્જ બની ગયું છે.

આ અંગેની વિગતો મુજબ આરટીઈ પ્રવેશ માટે રપ જુનથી પ જુલાઈ સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકાશે. ઓનલાઈન ફોર્મ સાથે અપલોડ કરવાના રહેતા જરૂરી દસ્તાવેજોની માહિતી પણ વેબપોર્ટલ પર દર્શાવવામાં આવી છે. પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે જિલ્લા સ્તરે હેલ્પ ડેસ્ક પણ શરૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામા આવી છે. ૬ જુલાઈથી ૧૦ જુલાઈ દરમિયાન આવેલી અરજીઓ શિક્ષણાધિકારી સ્તરેથી એપ્રુવ કરાશે જે અરજી રીજેકટ થશે તેનું કારણ અચુક જાહેર કરવાનું રહેશે.તા. ૧પ/૭ના આરટીઈ પ્રવેશ પ્રક્રિયાનો પ્રાથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષાથી શિક્ષણનું સંપૂર્ણ માળખું ખોરંભે ચડેલું છે શાળાઓ પણ બંધ છે. ઉપરાંત એડમિશન સહિતની કામગીરી પણ ખોરંભે ચડેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *