કચ્છમાં ૩૧મી જુલાઈ સુધી વધુમાં વધુ ૬૦ હજાર વ્યક્તિને ડોઝ આપી શકાશે

Contact News Publisher

કચ્છમાં 20મી જુલાઈ સુધી 18 વર્ષથી વધુ ઉંમરના 15 લાખ 69 હજાર 316 લોકોમાંથી 6 લાખ 16 હજાર 766 વ્યક્તિએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. આમ 39.3 ટકા લોકોને આવરી લેવાયા છે. પરંતુ, દરરોજ 6 હજાર લોકોને જ રસી અપાય તો 10 દિવસમાં 18 વર્ષથી વધુ ઉંમરના વધુમાં વધુ માંડ 60 હજાર લોકોને જ ડોઝ આપી શકાય, જેથી 31મી જુલાઈ સુધી તમામ ધંધાર્થીઓ અને વ્યવસાયીઓને તેમના સ્ટાફ સહિત પ્રથમ ડોઝ લઈ લેવા કહેવાયું છે એ તંત્રના વાંકે જ સંભવ નથી.

કચ્છ કલેકટર પ્રવિણા ડી. કે.એ 19મી જુલાઈના કોરોનાની પરિસ્થિતિમાં પ્રતિબંધો અને છૂટછાટોનું જે જાહેરનામું બહાર પાડ્યું છે. એમાં જણાવાયું છે કે, તમામ દુકાનો, વાણિજય સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પલેક્સ, માર્કેટ યાર્ડ, હેર કટિંગ સલુન, બ્યુટી પાર્લર, રેસ્ટોરેન્ટ્સ, અઠવાડિક ગુજરી બજાર, હોટ અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓ ચાલુ રાખી શકાશે. પરંતુ, તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓ અને કામગીરી સાથે સંકળાયેલી તમામ વ્યક્તિઓએ 31મી જુલાઈ સુધી વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો રહેશે અન્યથા આવા વાણિજય એકમો ચાલુ રાખી શકાશે નહીં.

જોકે, વાણિજય એકમ સાથે સંકળાયેલી વ્યક્તિઓ પ્રથમ ડોઝ લેવા જાય છે ત્યારે ક્યારેક કહેવાય છે કે, આજે માત્ર 40 ડોઝ હતા. ક્યારેક કહેવાય છે કે, 200 ડોઝ હતા. પરંતુ, ઓન લાઈન રિઝર્વેશન થઈ ગયું છે. આમ આર્થિક કામગીરી સાથે સંકળાયેલી વ્યક્તિને પ્રથમ ડોઝ મળતો જ નથી, જેથી 31મી જુલાઈ સુધી એલે કે 10 દિવસમાં એ સંભવ નથી, જેમાં લોકોનો નહીં પણ તંત્રનો વાંક છે. આમ છતાં તંત્રના વાંકે લોકોને આર્થિક પ્રવૃતિઓથી વંચિત રહેવાનો વખત આવશે.

1 thought on “કચ્છમાં ૩૧મી જુલાઈ સુધી વધુમાં વધુ ૬૦ હજાર વ્યક્તિને ડોઝ આપી શકાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News