સંવાદ વિવાદ : શુક્રવાર , 23 જુલાઈ 2021

Contact News Publisher

પેગાસાસ જાસૂસી કાંડ બાદ ચોમાસુ સત્ર ફરી ગરમાયું છે.

જાસૂસી કાંડ બાદ હવે વારો આવ્યો કોરોનાનો ,

કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યો કે વેકસીનેશન પાછળ અત્યાર સુધી કેટલો ખર્ચ થયો ?

એનાં પ્રત્યુત્તર માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જવાબ મળ્યો તે ચોંકાવનારો છે,

વેકસીનેશન ડ્રાઈવ પર

9725.15 કરોડ નો ખર્ચ અત્યાર સુધી થઈ ચૂક્યો છે.

હવે કેલ્ક્યુલેટર કાઢીને હિસાબ આપ કરી લેજો કે 130 કરોડની ભારતની જનતા પાછળ માત્ર covid 19 વેકસીનેશન પાછળ જ 9725 કરોડ ખર્ચાઈ ચૂક્યા છે !

એટલે એક વ્યક્તિ પાછળ કેટલા રૂપિયા માત્ર વેકસીનેશન માં વપરાયા છે.

ગુજરાત ની વાત કરીએ તો સુઓમોટો પર ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું છે કે ત્રીજી લહેર માટે સરકાર સાબદી રહે, લોકો પણ ગાઈડ લાઈનનું સ્વયંભૂ પાલન કરે, તેમજ દિવ્યાંગ લોકો અને નબળા વર્ગમાં લોકો માટે ડોર ટૂ ડોર વેકસીનેશનની કામગીરી સરકાર કરે એવું પણ ગુજરાત વડી અદાલતે જણાવ્યું છે.

કોઈ રૂપિયા માંગે તો ન ખરાઈ કર્યા વગર ન આપતાં,

ખાલી અમદાવાદમાં સેશન્સ કોર્ટના વકીલ , ન્યુઝ ચેનલમાં તંત્રી સહિતનાં નામાંકિત લોકોના facebook એકાઉન્ટ હેક થયા છે. 

વરસાદ સમયે તંત્ર બાકી રહેલી કામગીરી યોગ્ય રીતે કરે એ જરૂરી છે , ગટર ચેમ્બરનાં ખુલ્લા ઢાંકણા જોખમી છે, વીજ થાંભલા જોખમી હોય કે લોખંડના હોય તો બદલવા કે એને લોકો કે પશુઓ સ્પર્શી ન શકે એની તકેદારી રાખવી જરૂરી છે.

હાર્દિક પટેલ કંઈક નવું કરે એવા એંધાણ દેખા દે છે, હાલ કોંગ્રેસ દ્વારા રાજ્યપાલ ને મળવાની વાત હોય કે કોંગ્રેસ જનચેતના કાર્યક્રમમાં પણ હાર્દિકની ગેરહાજરી રાજકીય વિશ્લેષકો સૂચક માની રહ્યા છે.

હાલ કચ્છમાં આમ આદમીનો પ્રવાસ ચાલુ છે તેવામાં આમ આદમી એટલે દિલ્હી યાદ આવે અને દિલ્હી યાદ આવે એટલે ત્યાનું સરકારી શિક્ષણ અને અને સરકારી આરોગ્ય કેન્દ્રમાં જે સુધારો આવ્યો એની યાદ આવે,

હાલ ગુજરાતમાં સરકારી શાળામાં ગુણોત્સવ ચાલી રહ્યો છે ત્યારે ફરીએકવાર આપણે ગુજરાતીઓ શરમ કરવી પડશે કે સરકારી શાળાને 57.84 ટકા સાથે B ગ્રેડ મળ્યો છે , વ્યક્તિગત હું તો માનું છું કે જો ચોક્કસ રીતે ગુણોત્સવ કરવામાં આવે તો આ ગ્રેડ D સુધી પહોંચી શકે છે.

અરે સાતમાં ધોરણનાં બાળકો વાંચી પણ નથી શકતાં એ વાસ્તવિકતા છે.

ચાલો જવે વાત કરીએ સરકારી નવી ભેંટ ,એટલે કે ગિફ્ટ , એટલે કે મોંઘવારીની ,

1 લઈ ઓગસ્ટ થી સરકાર આપનો બહાર વધુ હલકો કરશે, એટલે કે ખિસ્સા ખાલી કરશે.

ATM માંથી 5 મી વાર રૂપિયા કાઢશો તો 150 રૂપિયા પ્રતિ ટ્રાન્જેક્શ ચૂકવવા પડશે,

બેન્કમાંથી નવી ચેકબૂક લેવા જશો તો 10 પાનાનાં 20 રૂપિયા લાગશે !

અને હા ઓગસ્ટ થી ઘરની મહિલાઓની આંખમાં ગેસ ભાવ વધારાનાં આંસુ અને પુરુષોના ખિસ્સા ખાલી માંથી નિઃસાસા નિકળશે.

હા , આપણાં પડોશી પણ માથાનો દુખાવો બની રહેલા ચીનનાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતનાં અરુણાચલ પ્રદેશની બાજુમાં ચીન સરહદની લટાર મારીને , ચાલી રહેલા ચિનની સરહદ નાં કામનું નિરીક્ષણ પણ કરી ગયા છે. બ્રહ્મપુત્રા નદી ઉપર બની રહેલાં ડેમનું નિરીક્ષણ પણ કર્યું હતું.

હાલ પોલીસ અને તંત્ર દ્વારા ગેરકાયદેસર બાયોડિઝલ નાં વેપલા ઉપર ઘોંસ બોલાવાઈ રહી છે ત્યારે એમાં BJP નાં ઘણાં નેતાઓના નામ બહાર આવી રહ્યા છે. ગોંડલમાં પ્રફુલ ટોળીયાનું નામ બહાર આવ્યું છે બાયોડિઝલ માં, અને સોશ્યલ મીડિયામાં પ્રફુલની તસ્વીર જેમાં તે નરેન્દ્રભાઈ મોદી સાથે ઊભો છે એ પણ ખૂબ વાયરલ થઈ છે.

મિત્રો આપ પણ આપની આસપાસ આવી કોઈ ખબર કે ઘટના બની હોય, આપની આસપાસ પણ કોઈ ગેરબંધારણીય કામ થતું હોય, સાચો નાગરિક પરેશાન થતો હોય તો અમારો સંપર્ક કે એનો વીડિયો મોકલી શકો છો.

Story By : જામ જયમલસિંહ એ.બી. જાડેજા

maa news live : Youtube / fb / instagram 

9725206123 to 37  (15 cug number)

Whatsapp : 9428748643

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *