કચ્છનાં આશાસ્પદ, પ્રતિભાશાળી ,યુવા પત્રકાર સુધીર ખત્રીનું  માંડવીના ધ્રબૂડી દરિયામાં ડૂબી જતાં મોત

Contact News Publisher

કચ્છનાં આશાસ્પદ, પ્રતિભાશાળી ,યુવા પત્રકાર સુધીર પરષોત્તમ ખત્રીનું  માંડવીના ધ્રબૂડી દરિયામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું.

ધ્રબૂડી કિનારે જી.આર.ડી. નાં જવાનોએ લાશ જોતાં, માંડવી પોલીસને જાણ કરી હતી.

માંડવી પોલીસે મૃતકનાં કપડાં તપાસતાં ખિસ્સા માંથી આઈકાર્ડ અને અન્ય ડોક્યુમેન્ટ મળી આવતાં મૃતકની ઓળખ થઈ હતી.

સુધીર ખત્રી ભુજમાં એરપોર્ટ રોડ , હોટેલ સેવન સ્કાય પાછળ વસાહતમાં રહેતો હતો , તે ભુજની સ્થાનિક ન્યુઝ ચેનલમાં પત્રકાર તરીકે કામ કરતો હતો.

મૃતકને એક બાળક અને પત્નીને છે , મૃતકનો પરિવાર નખત્રાણા રહે છે.

પી.એમ બાદ લાશ લેવા સુધીરનાં ભાઈ અને ભાભી સહિત પરિવાર જનો માંડવી આવતાં સમગ્ર વાતાવરણ ગમગીની માં ફેરવાયું હતું.

માંડવી પોલીસ માંથી મળતી માહિતી મુજબ સાંજે 5 અને 30 મિનિટ GRD નાં જવાનોએ દરિયા કિનારે લાશ જોઈ હતી.

38 વર્ષીય સુધીર સમાજ ઉપયોગી કાર્યોમાં સદાય તત્પર રહેતો , રક્તદાન અને અન્ય સેવાકીય કાર્યો કરતો સુધીર એક સારો પત્રકાર અને ઉમદા કવિ હતો.

માંડવી સિવિલ હોસ્પિટલમાં માંડવી ખત્રી સમાજનાં લોકો પણ દોડી આવ્યા હતા.

માંડવી મામલતદાર મારુ અને માંડવી પોલીસ સ્ટેશનનાં ઈન્ચાર્જ પી.આઈ. ગોહિલ માંડવી સિવિલ હોસ્પિટલમાં તપાસ અર્થે દોડી ગયા હતાં.

ઘટનાસ્થળે જે રીતે ચપ્પલ પડેલા હતા, સુધીરમાં ચહેરા ઉપર માસ્ક જોવા મળેલ , આમ એક વાત સ્પષ્ટ થાય છે તે દરિયામાં ન્હાવા તો નહોતો જ પડ્યો, આ આત્મહત્યા છે એવું પ્રાથમિક ચરણે દેખાઈ આવે છે.

પરિવાર જનોએ જણાવ્યું હતું કે તે ભુજ થી નખત્રાણા જાઉં છું એમ કહીને ઘરે થી બાઇક ઉપર નીકળેલ .

અત્રે ઉલ્લેખનીય છે કે થોડાં સમય પહેલાં પણ સુધીર ઘરે થી અચાનક જ કહ્યા વિના થોડા દિવસો માટે ચાલ્યો ગયેલ , આમ કોઈ ઘરેલું કારણ આજની ઘટનાંમાં પણ જવાબદાર હોય એવો ગણગણાટ પણ સિવિલમાં ઉપસ્થિત લોકો વચ્ચે આજે સંભળાયો હતો.

સુધીર પ્રારંભમાં આજકાલ દૈનિકમાં , ત્યારબાદ ઇલેક્ટ્રોનિક મીડિયામાં સૌ પ્રથમ માઁ આશાપુરા ન્યુઝમાં કામ કરેલ, છેલ્લે તે કચ્છ ઉદય ચેનલમાં કામ કરતો હતો.

નિખાલસ સ્વભાવ, સારો કવિ , સારો પત્રકાર , સમાજસેવી વ્યક્તિ આજે આપણી વચ્ચે એમ સરકી ગયો કે વાત માનવામાં પણ નથી આવતી.

સુધીર નખત્રાણાની GMDC કોલેજમાં અભ્યાસ કરતો હતો , એમનાં પત્ની પણ એમની સાથે જ અભ્યાસ કરતાં હતાં , બંને પ્રેમ લગ્ન કરેલ .

બંને પ્રો. યોગેન્દ્ર પારેખ નાં પ્રિય વિધાર્થીઓ, આજે આ ઘટનાની જાણ ડૉ. પારેખને અમદાવાદ થતાં તેમને ખૂબજ આઘાત લાગેલ.

કારણ શું છે આજની ઘટનાનું ?

આ અકસ્માત છે કે આત્મહત્યા ?

જો આત્મહત્યા છે તો કોણ છે જવાબદાર ?

શું જવાબદાર સામે કોઈ કાર્યવાહી થશે ?

બસ , હવે આ પ્રશ્નો જ બાકી રહ્યા છે,

વ્યક્તિ તો જતો રહ્યો.

 

સ્ટોરી : પરેશ જોશી – માંડવી પ્રતિનિધિ,

લેખન : જામ જયમલસિંહ એ.બી. જાડેજા.

maa news live : youtube / fb / twitter / insta / telegram

97252061 23 to 37

9428748643.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exclusive News