કેવડિયા થી ત્રીજી લહેરનાં પગરણ ન થાય એ જોજો !

Contact News Publisher

કેવડિયા થી ત્રીજી લહેરનાં પગરણ ન થાય એ જોજો !

ઓહઃ કેટલું મિસમેનેજમેન્ટ , અરે કરોડો રૂપિયાનું સ્ટેચ્યુ બન્યું હોય ત્યાં એટલું પણ મેનેજમેન્ટ ન હોય કે એકસાથે 20 હજાર લોકો અહીં ન આવા જોઈએ.

ગજબ છે સાચે , લગ્નમાં 150 જણની છૂટ, સમારંભમાં 400 જણની છૂટ.

કોઈ છે પૂછવા વારું? કોઈ છે આ જોનારું ?

ઓનલાઈન રજિસ્ટ્રેશન થાય છે ,લોકો કેવડિયા પહોંચી પણ જાય છે – અને હોબાળો પણ થાય છે ,પોલીસ પણ બોલાવવી પડે છે, અને આવા કોરોના સંકટ સમયમાં 20 હજાર લોકો એક જગ્યાએ એકત્રિત થઈ જાય છે ત્યાં સુધી તંત્ર કરે છે શું ?

લાગે છે આમ તો નહીં પણ ગુજરાત સરકાર અને ગુજરાતનાં તંત્રની આવી જ બેદરકારી રહી તો ત્રીજી લહેર ની entry આવા સ્થળોથી થાશે એમાં બેમત નથી.

કોઈક બાઇક સવાર , કોઈક કારમાં વ્યક્તિ માસ્ક વગર નીકળે, બંધ કારમાં એક વ્યક્તિ માસ્ક વગર નીકળે તો પોલીસ દંડ કરે છે ,પણ નેતાઓની સભામાં , રાજકીય સમારંભોમાં , પર્યટન સ્થળોએ હકડેઠઠ ભીડ ભેગી થાય તો હરામ જો કોઈ તંત્ર કે પોલીસ એક જણ ઉપર પણ કેસ કરે તો.

તંત્ર સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે, ઓલી કહેવત છે ને દબાવ્યું એટલું ઉછડયું!

છેલ્લા એક દોઢ વર્ષ થી માણસ ઘરમાં પૂરાઈ રહ્યો , હવે જાણે દુનિયા એકાદ બે મહિનામાં જ ખતમ થઈ જવાની હોય એમ બિસ્તરા પોટલાં લઈને નીકળી પડ્યા ફરવા અને રખડવા…

અરે દુનિયા ક્યાંક જવાની નથી, થોડો પોરો ખાઓ પછી જજો ફરવા.

વિશ્વનાં ધુરંધરો – વિશ્વની મહાસતાઓ આ કોરોના સામે ઘૂંટણિયે પડી છે ત્યારે 130 કરોડનો અને બાળકો પેદા કરવામાં માહિર આપણાં મહાન ભારત દેશ કોરોના સામે કેવી હાલત થઈ હતી એ વર્ષો જૂની નહીં પણ ત્રણ મહિના પહેલાં ની જ વાત છે.

આપ ભૂલી ગયા હશો , પણ મને યાદ છે કે લોકો ઓક્સિજન માટે મને કોલ કર્યા હતા અને હું લાચાર થઈને એમને સાંત્વના સિવાય કંઈ આપી શક્યો ન્હોતો.

તેમ છતાં જેટલી વ્યવસ્થા થઈ કરી , પણ આભ ફાટે ત્યારે થિંગળા કામ ન લાગે.

આજે આપણી પાસે ઓક્સિજન છે , પણ મ્યુકોરમાયકોસીસની દવા માટે હજુ આપણે સજ્જ છીએ કે કેમ એ કોઈ ડૉક્ટર ને પૂછી લેજો.

ઘણીવાર મેડિકલ પણ આ વિષયે પ્રયોગો કરવા સિવાય કંઈ કરી શકતું નથી, જ્યાં સુધી પ્રોપર મેડિસિન કે વેકસીનેશન શોધાઈ ન જાય.

સરદારનું સ્ટેચ્યુ જોવા કેવડિયા પહોંચેલા 20 હજાર લોકો જેટલાં જવાબદાર છે એટલુ જ જવાબદાર પોલીસ તંત્ર , વહીવટી તંત્ર અને આપણી સરકાર છે.

અરે આપ ઊંઘમાં છો ? આપને ખબર નથી કેટલું રજિસ્ટ્રેશન થયું છે ? અને એટલી ખબર નથી કે રવિવાર છે તો કેટલાં જણ કેવડિયા પહોંચી રહ્યા છે!

જો થોડી ઘણી પણ શરમ આવી હોય , થોડીક પણ જવાબદારીનું ભાન થયું હોય તો કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું મેનેજમેન્ટ કરતાં અને આ વિષયે સીધા જવાબદાર લોકો સામે કડક એક્શન લેવા જોઈએ, જેથી બીજીવાર આવી બેદરકારી ન થાય, કારણ આ 20 હજાર લોકોની બેદરકારી લાખો લોકો માટે જોખમી સાબિત થઈ શકે છે.

હજુ આપણે કમ્પ્લીટ કોરોના થઈ5મુક્ત નથી થયાં એનું ભાન દરેકને રોજે રોજ રાખવું પડશે, હજી હિંદુ તહેવારોમાં સાતમ આઠમ , નવરાત્રી , દિવાળી , અને મુસ્લિમોનાં તહેવારો આવી રહ્યા છે ત્યારે સ્હેજ પણ ઢીલાશ પાલવે એમ નથી.

અને ચિંતા ન કરો હું આપને વિશ્વાસ અપાવું છું દુનિયા એકાદ મહિના માટે જ નથી, એ રહેશે જ – એટલે સખણાં રહીને હાલ પૂરતું ઘરમાં જ રહો તો સારું.

 

નો બોલ : 13 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરી શકશે નહીં. પણ જોવા કોણ બેઠું છે કાં – હા હા હા…

છેલ્લે દડે છક્કો : 130 કરોડ નો દેશ , ઓલિમ્પિકસમાં મેડલ માત્ર 2 (મીરાં બાઈ ,રજત અને પી.વી સિંધુ , કાંસ્ય ), જીતીને દેશનું ગૌરવ વધાર્યું છે. 41 વર્ષ બાદ ભારતીય હોકી ટિમ સેમિફાઇનલમાં પહોંચી છે- એની માટેય અભિનંદન.

પણ અફસોસ એ છે 130 કરોડનો દેશ અને એમાંય ગોલ્ડ એકેય નહીં, આપણાં થી નાનાં દેશો સુવર્ણ , રજત અને  કાંસ્ય મેડલો લઈને દેશનું નામ રોશન કરે છે , અને આપણે વસ્તી વધારો કરીને આજ નહીં તો કાલ ગોલ્ડમેડલ જરૂર મેળવશું.

થોડી ઘણી પણ શરમ બચી હોય તો શરમાઈ જજો .

 

લેખન : જામ જયમલસિંહ એ.બી. જાડેજા.

maa news live : youtube / fb / insta / telegram / twitter / daily hunt

97252061 23 to 37

9428748643

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *