ભુજ પાલિકાની બેદરકારી : કચરાના કન્ટેનર ભંગાર થયા

Contact News Publisher

ભુજ નગરપાલિકા દ્વારા શહેરના લોકો દ્વારા ફેંકાયેલો કચરો એક જ જગ્યાએ રહે એ માટે કન્ટેનર રખાયા હતા. પરંતુ, કાળજી વિના કાટ ખાઈ ગયા છે અને ટૂકડે ટૂકડે પગ પણ કરી ગયા છે. પરંતુ, સમયસર હરાજીની તકેદારી ન લેવાતા ઉપજ કિંમત પણ ઘટી ગઈ છે. રહેણાક વિસ્તાર અને બજારોમાં લોકો ઘર અને ઓફિસનો કચરો માર્ગો ઉપર ફેંકતા હોય છે, જેથી જાહેર માર્ગ ઉપર ઉકરડો સર્જાય છે.


જે ફેલાતો જતો હોય છે. જેના ઉકેલ રૂપે કન્ટેનર રખાયા હતા. જે કન્ટેનરને બેથી ત્રણ ફૂટ ઊંચી સિમેન્ટની સ્લેબ બનાવી રાખવાના હતા, જેથી તળિયા કાટ ન ખાઈ જાય. પરંતુ, નગરપાલિકા દ્વારા એની તસદી લેવાઈ ન હતી. ભંગારિયાઓ પણ ટૂકડે ટૂકડે ચોરી કરવા લાગ્યા હતા ત્યાં સુધી કોઈ એક જગ્યાએ ખસેડી જાળવણી કરાઈ ન હતી, જેથી ભંગારની ઉપજ કિંમત પણ ખોઈ દીધી છે.


કન્ટેનર કેટલા આવ્યા હતા, જેમાંથી કેટલા ભંગાર હાલતમાં છે અને હજુ કેટલા ઉપયોગમાં લેવાય છે. એનો હિસાબ સ્ટોર શાખામાં આપવાનો હોય છે. પરંતુ, એની તસદી લેવાઈ નથી, જેથી સ્ટોકમાં મેળ જ મળતો નથી. જે બાબતે મુખ્ય અધિકારી તો ઠીક પદાધિકારીઓ પણ હિસાબ માંગતા નથી અને ખાતરી કરવા સ્થળ નિરીક્ષણ કરતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *